મેનહિમ, કાર્લ ગુસ્તાવ (જ. 1867, વિલનાસ, ફિન્લૅન્ડ; અ. 1951) : ફિન્લૅન્ડના વીર સૈનિક, રાજકારણી અને 1944થી ’46 સુધીના પ્રમુખ. ફિન્લૅન્ડે 1918માં સ્વાતંત્ર્ય જાહેર કર્યું ત્યારે તેઓ સર્વોચ્ચ કમાન્ડર અને રીજન્ટ બન્યા. 1919માં પ્રમુખપદની ચૂંટણીમાં તેમની હાર થઈ હતી અને તેથી તેઓ ખાનગી જીવન ગાળતા થઈ ગયા હતા; પરંતુ 1939–40 દરમિયાનના શિયાળુ યુદ્ધ વખતે રશિયન સેના સામે કમાન્ડર-ઇન-ચીફ તરીકે જવાબદારી અદા કરવા તેઓ પુન: જાહેર જીવનમાં પાછા ફર્યા હતા. 1944 સુધી તેઓ ફિન્લૅન્ડનાં દળોને દોરવણી આપતા રહ્યા; તે પછી તેઓ ફિન્લૅન્ડના પ્રમુખ પણ બન્યા હતા.

મહેશ ચોકસી