મીડ, રિચાર્ડ (જ. 1938, એપસ્ટૉ, મન્માઉથશાયર, સાઉથ ઈસ્ટ વેલ્સ) : નિષ્ણાત અશ્વારોહક. બ્રિટનના તેઓ એક સૌથી સફળ અને ઑલિમ્પિક કક્ષાના અશ્વારોહક હતા. ઑલિમ્પિક્સમાં તેઓ ત્રિદિવસીય સાંધિક રમતના સુવર્ણચંદ્રકના 1968 અને 1972માં વિજેતા બન્યા તથા 1972માં વ્યક્તિગત વિજયપદકના વિજેતા બન્યા અને એ રીતે 3 સુવર્ણચંદ્રક મેળવ્યા. 1970 અને 1982માં તેઓ વિશ્વચૅમ્પિયનશિપની ટીમના સુવર્ણચંદ્રકવિજેતા પણ બન્યા. 1967, 1971 અને 1981માં તેમણે યુરોપિયન ચૅમ્પિયનશિપ ટીમના સુવર્ણચંદ્રક પણ મેળવ્યા હતા.
મહેશ ચોક્સી