મિશ્નહ : યહૂદી ધર્મનો હિબ્રૂ ભાષામાં લખાયેલો ધર્મગ્રંથ. મિશ્નહનો અર્થ પુનરાવર્તન થાય છે. ઈ. સ. 220માં રચાયેલા આ ગ્રંથમાં યહૂદી પ્રજામાં ઉત્સવો અને વ્રતો, પ્રાર્થનાઓ, કૃષિધારાઓ, ગરીબોના અધિકારો, સ્ત્રીઓ સંબંધી એટલે કે લગ્ન અને છૂટાછેડાના કાયદાઓ, દીવાની અને ફોજદારી કાયદાઓ તેમજ ક્રિયાકાંડની ઝીણામાં ઝીણી વિગતોનું વિસ્તૃત વર્ણન છે. લૂઇસ બ્રાઉને આ ગ્રંથના સંદર્ભમાં કાયદાઓનું સંપાદન કરનારાઓની બુદ્ધિમત્તાની ભારે પ્રશંસા કરી છે.
પ્રવીણચંદ્ર પરીખ