માયરહોલ્ડ, સૅવોલૉડ એમિલિવિચ (જ. 1874, પૅન્ઝા, રશિયા; અ. આશરે 1940) : રંગભૂમિના અભિનેતા અને દિગ્દર્શક. તે મૉસ્કો આર્ટ થિયેટરમાં અભિનેતા તરીકે જોડાયા. 1905માં તેઓ સ્ટાનિસ્લાવ્સ્કી દ્વારા દિગ્દર્શક તરીકે નિયુક્તિ પામ્યા હતા. પાછળથી, 1922થી ’24 સુધી તેઓ ‘થિયેટર ઑવ્ ધ રેવૉલ્યૂશન’માં જોડાયા. 1923–38 સુધી માયર હલ્ડે થિયેટરમાં દિગ્દર્શક તરીકે કાર્યભાર સંભાળ્યો.
એક રંગભૂમિ-વિષયક પરિષદ ખાતે શાસક વર્ગની ખુલ્લેઆમ અવહેલના કરતું પ્રવચન આપ્યા બાદ 1939માં તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમનું અટકાયતી છાવણી(labour camp)માં રહસ્યમય સંજોગોમાં અવસાન થયું હતું.
મહેશ ચોકસી