માપુટો (નદી) : મોઝામ્બિકના માપુટો શહેર નજીક આવેલી નદી. તે સ્વાઝીલૅન્ડમાંથી આવતી ગ્રેટ ઉસુતુ નદી અને દક્ષિણ આફ્રિકામાંથી આવતી પોન્ગોલા નદીનો સંગમ થવાથી બને છે. સંગમ પછીની તેની લંબાઈ 80 કિમી. જેટલી છે. ત્યાંથી તે ઈશાન તરફ વહીને શહેરથી દક્ષિણે ડેલાગોઆ ઉપસાગરને મળે છે. તેનું મુખ માપુટો શહેરથી દક્ષિણતરફી અગ્નિકોણમાં (SSE) આવેલું છે. આ નદીનો આખોય વહનમાર્ગ નૌકાવ્યવહાર માટે ઉપયોગમાં લેવાય છે.
ગિરીશભાઈ પંડ્યા