ભૂસ્તરીય કાળક્રમ

January, 2001

ભૂસ્તરીય કાળક્રમ (Geiological Time Scale) : પ્રત્યેક ભૂસ્તરીય કાળની વર્ષોમાં મુકાતી ગણતરી. આજથી અતીતમાં વીતી ગયેલાં કરોડો વર્ષોના ઘણા લાંબા ભૂસ્તરીય કાળગાળાની ઐતિહાસિક તવારીખ તૈયાર કરવાનું કાર્ય સરળ નથી, ગોઠવણીની વિચારણા માગી લે એવું છે. આ માટે અતીતને ફંફોસવો પડે, ક્રમશ: બનેલી ઘટનાઓને સંજોગો મુજબ ગોઠવવી પડે. પૃથ્વીના સમગ્ર ઇતિહાસકાળ દરમિયાન મળી આવતી ખડક-રચનાઓ, તેમનો કણજમાવટ-પ્રકાર, તેમાંથી મળતા જીવાવશેષ-સંગ્રહો, ગિરિનિર્માણ-ઘટનાઓ, મૅગ્માનાં સ્થાનીકરણ, લાવા-પ્રસ્ફુટનો, વિવિધ ખડક-સંરચનાઓ વગેરેને એમના પોતાના સંજોગ-સંદર્ભમાં મૂલવીને કાળક્રમના આધારો તૈયાર થઈ શકે. નિષ્ણાતોએ આવા બધા આધારોને પ્રમાણભૂત ગણીને એ પ્રમાણે ગોઠવણી કરવાની સ્વીકૃતિ આપી છે.

સારણી 1 : ભૂસ્તરીય કાળક્રમ માટે ખડકવય દર્શાવતાં પૃથ્વી પરનાં સ્થળોની સારણી

ભૌગોલિક સ્થાન વયનિર્ધારણ પદ્ધતિ/ખડક સ્તરવિદ્યાત્મક કાલખંડ વય (106 વર્ષ)
કૉકેસસ, રશિયા K-Ar ગ્રૅનાઇટ ઇયોસીન-ઑલિગોસીન 40 ± 5
સેન્ટ્રલ સિટી, કોલોરાડો U-Pb પિચ-બ્લૅન્ડ શિરાઓ અંતિમ પૅલિયોસીન 61 ± 5
કોસ્ટ હારમાળા કૅલિફૉર્નિયા K-Ar ગ્રૅનાઇટ ખડકો મધ્ય-ઊર્ધ્વ ક્રિટેસિયસ 80 ± 4
સિયેરા નેવાડા K-Ar ગ્રૅનાઇટ ખડકો અંતિમ-ઊર્ધ્વ જુરાસિક (કિમરિજિયન કક્ષાભેદન) 139 ± 4
કેલાસરી, રશિયા K-Ar ગ્રૅનાઇટ મધ્ય જુરાસિક ભેદન, ઉપર તરફ ઊર્ધ્વ જુરાસિક આવરણ 161 ± 5
સોલિકમ્સ્ક, રશિયા K-Ca સિલ્વાઇટ નિમ્ન-મધ્ય પર્મિયન 241 ± 7
ડાર્ટમૂર, ઇંગ્લૅન્ડ K-Ar ગ્રૅનાઇટ નિમ્નતમ પર્મિયન (પશ્ચાત્ વેસ્ટફેલિયન કક્ષા પૂર્વ મધ્ય પર્મિયન) 275 ± 10
વૉસ્જિસ, ફ્રાન્સ; શ્વાર્ઝવાલ્ડ, જર્મની K-Ar, Rb-Sr ગ્રૅનાઇટ નિમ્ન કાર્બોનિફેરસ (પૂર્વ વિસિયન, પશ્ચાત્ દિનાન્ટિયન) 330 ± 10
ચત્તાનૂગા, ટેનેસી U-Pb કાળો શેલ ડેવોનિયન-કાર્બોનિફેરસ સીમા 350 ± 10
શૅપ, ઇંગ્લૅન્ડ K-Ar ગ્રૅનાઇટ પશ્ચાત્ સાઇલ્યુરિયન (સંભવત: નિમ્ન ડેવોનિયન) 390 ± 10
મેન, યુ.એસ. K-Ar, Rb-Sr ગ્રૅનાઇટ પશ્ચાત્ સાઇલ્યુરિયન (પૂર્વ-ઊર્ધ્વ ડેવોનિયન) 390 ± 15
વેસ્ટર ગૉટલૅન્ડ, સ્વિડન U-Pb કાળો શેલ મધ્ય-ઊર્ધ્વ કૅમ્બ્રિયન 500 ± 10 (લઘુતમ)
વિશિતા પર્વતો ઓક્લાહોમા, યુ.એસ. K-Ar, Rb-Sr, U-Pb ગ્રૅનાઇટ પૂર્વ-ઊર્ધ્વ કૅમ્બ્રિયન 520 ± 20

પોપડાના ખડકોમાં રહેલાં અમુક કિરણોત્સારી ખનિજોનું સતત વિભંજન થયા કરતું હોય છે. તેના ગુણોત્તર પરથી વર્ષોનો ચોકસાઈભર્યો અંદાજ મેળવી શકાય છે. Rb-Sr, 14C–14N સહિત U-Pb ગુણોત્તર પરથી ખડકોનાં વય નક્કી કરી શકાય છે. પૃથ્વી પરના જૂના ખડકો મિનેસોટા (યુ.એસ.) અને નૈર્ઋત્ય ગ્રીનલૅન્ડમાંથી મળેલા છે. તેમનું વય 380 કરોડ વર્ષનું અંદાજાયું છે; ગ્રીનલૅન્ડમાં આવેલા કૅનેડિયન ભૂકવચ તથા ઑસ્ટ્રેલિયામાંથી મળેલા જૂનામાં જૂના ખડકનું વય અનુક્રમે 410 અને 410થી 420 કરોડ વર્ષનું મુકાયું છે. ચાંદ્ર ખડકો અને ઉલ્કાઓ પરથી ગણતરી મૂકીને પૃથ્વીનું વય 460 ± કરોડ વર્ષનું મૂક્યું છે. તુલનાત્મક ર્દષ્ટિએ જોતાં, ખગોળવેત્તાઓએ કરેલી સૈદ્ધાંતિક ગણતરી મુજબ આકાશગંગાનું વય 10 અબજ (1010) વર્ષનું અને સૂર્યનું વય 600 કરોડ (6 × 109) વર્ષનું અંદાજ્યું છે.

પૃથ્વીના 460± કરોડ વર્ષના ગણાતા સમગ્ર ઇતિહાસકાળને જીવનના સંદર્ભમાં નીચે મુજબના બે મહાયુગો(EON)માં વિભાજિત કરેલો છે. ભૂસ્તરીય પરિભાષામાં મહાયુગ એટલે વીતી ગયેલા વર્ષોનો અતિવિસ્તૃત કાળગાળો.

આ બંને મહાયુગોને ફરીથી યુગોમાં, યુગોને કાળમાં, કાળને કાલખંડમાં અને કાલખંડને સમયગાળામાં વહેંચી નાખવામાં આવેલો છે. આ પર્યાયો કાલાનુસારી ગણતરીપદ્ધતિ મુજબના છે. પ્રત્યેક અવધિ દરમિયાન થયેલી ખડક-સ્તરોની જમાવટને ઉપરના કાલાનુસારી અનુક્રમમાં જ યુગો માટે સમૂહ, કાળ માટે રચના, કાલખંડ માટે શ્રેણી, સમયગાળા માટે કક્ષા – એ પ્રમાણે વિભાજિત કરી છે. (જુઓ, સારણી 3). ભૂસ્તરીય વયસમજ માટે જૂના ક્રમમાં આવતા જતા એકમો નીચે તરફ તથા નવા ક્રમમાં આવતા એકમો ઉપર તરફ ગોઠવાય છે. વળી કાળ-અવધિનો અંદાજ  સહિત અંકોમાં દર્શાવાય છે. ભૂસ્તરીય કાળક્રમમાં લાખ વર્ષની ગણતરીને કોઈ મહત્વ અપાતું નથી.

અર્દષ્ટ જીવયુગ (Cryptozoic Eon) : પ્રી-કૅમ્બ્રિયન એ પૃથ્વીના ઇતિહાસનો પ્રાચીનતમ કાળગાળો હોઈ તેના પેટા વિભાગો વિશે કોઈ સહમતી સધાઈ શકી નથી. ક્રમિક ભૂસ્તરીય ઘટનાઓની ઉપલબ્ધ જાણકારી પણ, પૃથ્વી પર છૂટા છૂટા વિસ્તારો કે જ્યાં પ્રી-કૅમ્બ્રિયન ખડકો મળી આવે છે તે પૂરતી જ મર્યાદિત રહી છે. પ્રી-કૅમ્બ્રિયનના લાંબા કાળગાળા દરમિયાન વિશિષ્ટ ઘટનાઓ કેટલી વાર થઈ હશે તેની જાણકારી પણ ઓછી છે, કારણ કે ત્યારે જીવનનું અસ્તિત્વ તો હતું નહિ, તેથી જીવાવશેષો દ્વારા જે ર્દશ્ય જીવયુગમાં સ્તરબદ્ધતા અને વય સ્થાપિત થઈ શકે છે, એવી તો કોઈ શક્યતા જ નથી. તેમ છતાં કૅનેડિયન ભૂસ્તરવિદો દ્વારા સામાન્યત: સ્વીકૃત ગણી શકાય એવા પેટાવિભાગો આ પ્રમાણે મુકાયા છે :

આ જ પ્રમાણે ઉત્તર અમેરિકી સરોવર વિસ્તારનાં રાજ્યોના ખડકો માટે ત્રણ પેટાવિભાગો સૂચવાયા છે :

આ બૃહદ એકમોને નાના પેટાવિભાગોમાં વિભાજિત કરવાનું કાર્ય ગિરિનિર્માણ-ઘટનાઓ (દા. ત., આલ્ગોમૅન ગિરિનિર્માણ, આજથી 240 કરોડ વર્ષ અગાઉનો કાળગાળો) અથવા ખડકપ્રવાહો અથવા ખડકોના પ્રાદેશિક વિતરણ (દા. ત., તિમિસ્કામિયન સંકુલ, આજથી 300 કરોડ વર્ષ અગાઉનો કાળગાળો) પ્રમાણે ઘટાવવાનું સૂચવવામાં આવે છે. 1973માં એલ. જે. સેલોપે ખડકલક્ષણો, તેમનાં વિતરણ, ભૂરસાયણશાસ્ત્ર, જીવાવશેષશાસ્ત્ર અને ખનિજવિદ્યાના વિશ્લેષણ પર આધારિત જે એક વર્ગીકરણ સૂચવેલું, તેમાં જે. એલ. કલ્પ દ્વારા કરાયેલા સુધારાવધારા સાથે નીચેની સળંગ સારણીમાં દર્શાવવામાં આવેલું છે.

ભૂસ્તરીય કાળક્રમ-વિભાગો – જીવનસ્વરૂપો

ર્દશ્ય જીવયુગ : જીવનના અસ્તિત્વના પૂરતા પ્રમાણમાં પ્રત્યક્ષ પુરાવા રજૂ કરતો યુગ. પૃથ્વી પર કોઈ પણ પ્રકારના જીવનનો જ્યારથી પ્રારંભ થયો ત્યારપછીના બધા જ યુગો – કૅમ્બ્રિયનથી અર્વાચીન સુધીના પૅલિયોઝોઇક, મેસોઝોઇક અને કેનોઝોઇક યુગોનો સમાવેશ કરતો 57 ± કરોડ વર્ષોનો કાળગાળો ર્દશ્ય જીવયુગ કહેવાય છે. તેમાં પ્રાણીઓ અને વનસ્પતિ જીવનના જીવંત કે અવશેષ-સ્વરૂપ વિવિધ પ્રકારોનું અસ્તિત્વ જોવા મળે છે.

સારણી 6 : ભૂસ્તરીય કાળક્રમ

મહા યુગ

EON

યુગ

ERA

કાળ

PERIOD

કાલખંડ

EPOCH

તલસીમા વ.પૂ., વીતેલાં

વર્ષોમાં

અવધિ

વર્ષોમાં

દ્રશ્ય જીવયુ-ગ

PHANEROXOIC EON

કેનેઝોઇક યુગ CENOZOIC ERA

 

ચતુર્થ જીવયુગ Quaternary અર્વાચીન 12,000
પ્લાયસ્ટોસીન 16 લાખ 16 લાખ
તૃતીય જીવયુગ Tertiary પ્લાયોસીન 1.2 કરોડ
માયોસીન 2 કરોડ
ઑલિગોસીન 3.5 કરોડ
ઇયોસીન 5.5 કરોડ
પેલિયોસીન 6.5 કરોડ 6.5 કરોડ
મધ્ય જીવયુગ MESOXOIC ERA

 

 

ક્રિટેસિયસ Cretaceous ઊર્ધ્વ 10 કરોડ
મધ્ય 12 કરોડ
નિમ્ન 13 કરોડ 6.5 કરોડ
જુરાસિક Jurasic ઊર્ધ્વ 15.5 કરોડ
મધ્ય 17 કરોડ
નિમ્ન 18.5 કરોડ 5.5 કરોડ
ટ્રાયાસિક Triassic ઊર્ધ્વ 20 કરોડ
મધ્ય 21.5 કરોડ
નિમ્ન 23 કરોડ 4.5 કરોડ
પ્રથમ જીવયુગ PALAEOZOIC ERA

 

 

પર્મિયન Permian ઊર્ધ્વ 24.5 કરોડ
મધ્ય 26 કરોડ
નિમ્ન 26.5 કરોડ 3.5 કરોડ
કાર્બોનિફેરસ કાળ Carbourifanious ઊર્ધ્વ પેન્સિલ-વેનિયન
મધ્ય
નિમ્ન 31.0 કરોડ 4.5 કરોડ
ઊર્ધ્વ મિસિસિપિ-યન
મધ્ય
નિમ્ન 35.5 કરોડ 4.5 કરોડ
ડેવોનિયન Devonian ઊર્ધ્વ 36.5 કરોડ
મધ્ય 38.5 કરોડ
નિમ્ન 41.3 કરોડ 5.8 કરોડ
સાઇલ્યુરિયન Silurian ઊર્ધ્વ
મધ્ય
નિમ્ન 42.5 કરોડ 1.2 કરોડ
ઑર્ડોવિસિયન Ordovician ઊર્ધ્વ 44 કરોડ
મધ્ય 46 કરોડ
નિમ્ન 47.5 કરોડ 5 કરોડ
કૅમ્બ્રિયન Cambrian ઊર્ધ્વ 50 કરોડ
મધ્ય 54 કરોડ
નિમ્ન 57 કરોડ 9.5 કરોડ
પ્રારંભિક Eocambrian 68 કરોડ  11 કરોડ
અદ્રશ્ય જીવયુગ CRYPTOZOIC EON

 

પ્રી-કેમ્બ્રિયન PRE-CAMBRIAN કૅમ્બ્રિયન પશ્ર્ચાત્ પ્રોટેરોઝોઇક 100 કરોડ 32 કરોડ
નૂતન પ્રોટેરોઝોઇક ઊર્ધ્વ 130 કરોડ
મધ્ય 160 કરોડ
નિમ્ન 190 કરોડ 90 કરોડ
મધ્ય પ્રોટેરોઝોઇક 260 કરોડ 70 કરોડ
પ્રાચીન પ્રોટેરોઝોઇક 350 કરોડ 90 કરોડ
→ પૃ થ્વી ની ઉ ત્પ ત્તિ 460 કરોડ —

ભૂસ્તરીય કાળને લાખો-કરોડો વર્ષોની અવધિમાં માપવા માટે કિરણોત્સારી પદ્ધતિઓનો ઉપયોગ શરૂ થયો તે અગાઉ ભૂસ્તરીય કાળક્રમની ગોઠવણી તેમજ સમજ માટે જીવાવશેષશાસ્ત્રીઓ અને સ્તરવિદો સ્તરવિદ્યાત્મક પદ્ધતિ અપનાવતા હતા. સાપેક્ષ વય-આધારિત ભૂસ્તરીય કાળક્રમ તેમાંથી જ તૈયાર કરાયેલો છે. અગાઉ જુદા જુદા ભૂસ્તરીય એકમોની કાળઅવધિનું નિર્ધારણ થઈ શકતું ન હતું, તેમાં એકમોને ઉપર કે નીચે ગોઠવવામાં જૂના કે નવા વયની ભૂસ્તરીય ઘટનાઓનો આધાર લેવાતો હતો, વળી એવી ગોઠવણીમાં સ્તરાનુક્રમ તેમજ જીવનની ઉત્ક્રાંતિના સિદ્ધાંતોને તથા ઘસારો, અસંગતિ, રચનાત્મક વિક્ષેપ અને જ્વાળામુખી પ્રક્રિયાઓનાં અર્થઘટનોને પણ મહત્વ અપાતું હતું; પરંતુ હવે કિરણોત્સારી વયનિર્ધારણ પદ્ધતિઓ દ્વારા જીવાવશેષયુક્ત ભૂસ્તરીય એકમોની કાળઅવધિઓનો ચોકસાઈભર્યો અંદાજ મેળવી શકાય છે.

ફેરફારો સહિતની સારણીઓ નીચે પ્રમાણે છે :

સારણી 7 : કેનોઝોઇક યુગના સ્તરવિદ્યાત્મક પેટાવિભાગો

યુગ કાળ કાલખંડ અવધિ વર્ષોમાં વ. પૂ. વર્ષોમાં
કેનોઝોઇક યુગ

સસ્તન પ્રાણીઓનો યુગ

ક્વાટર્નરી અથવા નિયોજીન (ચતુર્થ જીવયુગ) અર્વાચીન પ્લાયસ્ટોસીન 10 લાખ માનવ-ઉદભવ
તૃતીય પ્લાયોસીન 15–60 લાખ 70 લાખ
જીવયુગ માયોસીન 1.9 કરોડ 2.6 કરોડ
અથવા ઑલિગોસીન 1.1 કરોડ 3.7–3.8 કરોડ
પૅલિયોજીન ઇયોસીન 1.3 કરોડ 5.3–5.4 કરોડ
પૅલિયોસીન 1.1 કરોડ 6.5–7 કરોડ

સારણી 8 : મધ્ય જીવયુગના સ્તરવિદ્યાત્મક પેટાવિભાગો

યુગ કાળ અવધિ કરોડ વર્ષમાં વ. પૂ. કરોડ વર્ષોમાં તલસીમા
મધ્ય જીવયુગ

સરીસૃપોનો યુગ

ક્રિટેસિયસ 6.5થી 7 13. ± 0.5
જુરાસિક 5.5થી 6 19થી 19.5
ટ્રાયાસિક 3થી 3.5 22.5 ± 0.5

સારણી 9 : પ્રથમ જીવયુગના સ્તરવિદ્યાત્મક પેટાવિભાગો

  યુગ   કાળ અવધિ કરોડ વર્ષોમાં વ. પૂ. કરોડ વર્ષોમાં તલસીમા
પ્રથમ જીવયુગ અપૃષ્ઠવંશી તથા ઉભયજીવી પ્રાણીઓ, મત્સ્ય-યુગ પ્રારંભે પ્રાચીનતમ ત્રિખંડીઓ

 

પર્મિયન 5થી 5.5 27.5 ± 0.5
કાર્બોનિફેરસ 7.5થી 8 34.5 ± 0.5
ડેવોનિયન 4.5થી 5 40 ± 1
સાઇલ્યુરિયન 3.5થી 4 44 ± 1
ઑર્ડોવિસિયન 5.5થી 6 50 ± 0.5
કૅમ્બ્રિયન 6.5થી 7 57 ± 0.5

ઉપરની ફેરફારોવાળી સારણીઓ જોતાં જણાય છે કે વિવિધ પેટાવિભાગો(દા. ત., કાર્બોનિફેરસ, સાઇલ્યુરિયન વગેરે)ની અવધિ એકસરખી નથી, વળી પ્રત્યેક કાળની તલસીમાનો વ.પૂ.નો વીતેલો સમય 50 લાખ કે 1 કરોડ વર્ષના ઓછાવત્તા ફેરફારવાળો દર્શાવ્યો છે. સામાન્ય જન માટે ફેરફારનો ગાળો નાનો ન ગણાય, પણ લાંબા ભૂસ્તરીય કાળ માટે એવું અર્થઘટન જરૂરી છે. આ સંદર્ભમાં કિરણોત્સારી પદ્ધતિની ચોકસાઈ અપૂરતી ગણાય; તેમ છતાં પ્રાગ્-જીવયુગ કે આર્કિયન યુગની સરખામણીએ ર્દશ્યજીવયુગના પેટાવિભાગો પ્રમાણમાં ઓછી કાળ-અવધિવાળા છે.

આશરે 380 કરોડ વર્ષ જૂની ગ્રીનલૅન્ડની ઈસુઆ (Isua) રચનાના ખડકોનું વયનિર્ધારણસ્થાન ભૂસ્તરવિદો કરી શક્યા છે, તેમ છતાં તે કંઈ પ્રાચીનતમ તો ન જ ગણાય. વળી તે તથા વધુ જૂના (420 કરોડ વર્ષ) ખડકો પણ ઘસારા/ધોવાણની અસરોથી મુક્ત રહી શક્યા છે તે પણ હકીકત છે. 60 કરોડ વર્ષથી વધુ જૂના ખડકોમાં જીવાવશેષ જાળવણીના પૂરતા પુરાવાઓને અભાવે તેમનું વધારે પેટાવિભાગોમાં વિભાગીકરણ કરી શકાયું નથી; કદાચ તેમ કરવાનું મુશ્કેલ છે. આ કારણે સમગ પ્રી-કૅમ્બ્રિયન મહાયુગને આર્કિયન, પ્રારંભિક, મધ્ય અને અંતિમ પ્રોટેરોઝોઇક યુગોમાં વિભાજિત કરેલો છે. તેમની પ્રત્યેક અવધિ પણ એકસરખી નથી. અહીં વધુ સ્પષ્ટતા અર્થે ભારતીય ઉદાહરણો મૂકેલાં છે :

સારણી 10 : ભારતીય સંદર્ભમાં પ્રી-કૅમ્બ્રિયન – કૅમ્બ્રિયન સીમા

કરોડ વર્ષ ઉદાહરણ-પુરાવા
પ્રા

 

ગ્

 

જી

 

વ  યુ

 

57 પ્રાચીનતમ ત્રિખંડીઓ
60 યુઓકૅમ્બ્રિયન હિમીભવન
વેન્ડિયન 65
68 ઍડિકેરન જીવાવશેષો
અંતિમ રિફિયન
અં   તિ  મ     પ્રા  ગ્  જી  વ  યુ  ગ
75 પ્રાગ્જીવયુગ III
સ્ટ્રોમેટોલાઇટ
ઇન્ફ્રાકૅમ્બ્રિયન I
80 હિમીભવન
90
ઇન્ફ્રાકૅમ્બ્રિયન II
હિમીભવન
100
મધ્ય રિફિયન સ્ટ્રોમેટોલાઇટ
મ  ધ્ય    પ્રા  ગ્  –  જી  વ  યુ  ગ
135 પ્રાગ્-જીવયુગ II
પ્રારંભિક રિફિયન
160
175
પોટાસિક ગ્રૅનિટૉઇડ્ઝ (ક્લોઝપેટ ગ્રૅનાઇટ)
પ્રાગજીવયુગ I
પ્રા  રં  ભિ  ક    પ્રા ગ્  જી વ યુ ગ
250
આ ર્કિ ય ન     પ્રો ટે રો ઝો ઇ ક     સી મા

 

ર્કિ

 

 

 

યુગ

250 ચિત્રદુર્ગ ગ્રૅનાઇટ
અંતિમ આર્કિયન ધારવાડ-રચના
300 વિસ્તૃત ભૂકવચ-રચના (દ્વીપકલ્પીય નાઇસ, સિંગભૂમ ગ્રૅનાઇટ)
મધ્ય આર્કિયન બેન્ડેડ નાઇસિક કૉમ્પ્લેક્સ (BGC) રાજસ્થાન (પટ્ટીદાર નાઇસ સંકુલ)
340 પ્રાચીનતમ સ્ટ્રોમેટોલાઇટ (આયર્ન ઓર શ્રેણી) = લોહઅયસ્ક
પ્રારંભિક આર્કિયન
380 માઇક્રોબાયોટાનો અભાવ (જૂના વિકૃત ખડકો, બિહાર.)
420 પ્રાચીનતમ વય-નિર્ધારણ કરેલા ખડકો
હેડિયન* ખડક-સંગ્રહ અપ્રાપ્ય
   —  પૃ થ્વી નું વ ય    —    4 6 0 ક રો ડ વ ર્ષ  —

*હેડિયન ઘટનાઓ : હેડિયન એ મોટા પાયા પરની ઊથલપાથલનો કાળ હતો. ત્યારે ભૂકેન્દ્રીય વિભાગ–ભૂમધ્યાવરણનું અલગીકરણ થયેલું. આદિ ભૂમધ્યાવરણ વિભાગમાંથી ચંદ્રની છૂટા પડવાની ક્રિયા. મોટા પાયા પર ઉલ્કાપાત. વિપુલ પ્રમાણમાં વાયુનિષ્ક્રમણ (outgassing) અને આંતરિક સંવહન (convection) ક્રિયાઓનો કાળ.

આર્કિયન તેમજ પ્રોટેરોઝોઇક કાળગાળાઓને યુગને બદલે મહાયુગ ગણવા જોઈએ, આ કારણે જ તો પ્રોટેરોઝોઇક્ધો પ્રોટેરોઝોઇક I, II અને III વિભાગોમાં વહેંચ્યા છે અને તેમને માટે 250, 160, 90 અને 57 કરોડ વર્ષની સીમાઓ આંકી છે. વળી કૅમ્બ્રિયન શરૂ થતાં અગાઉ ત્રણ હિમયુગની ઘટનાઓ પણ ઘટી ચૂકી હોય છે.

આમ પૃથ્વીને ઉત્પન્ન થયે 460 ± કરોડ વર્ષ ગણતાં પ્રારંભનાં કેટલાંક વર્ષ તો પૃથ્વીને ઠરતાં થયાં હોય ! આખોય આર્કિયન કાળ તો જીવનનાં કોઈ કહેતાં કોઈ ચિહ્નો બતાવતો નથી; પ્રોટેરોઝોઇક કાળમાં જીવનના પ્રારંભનાં કોઈક ચિહ્નો મળી આવે છે.ખરું જીવન શ્ય જીવયુગના પ્રથમ ચરણથી શરૂ થઈ જાય છે. તેનું વય 57 કરોડ વર્ષનું મુકાયેલું છે. શ્યજીવયુગમાં પણ પૃથ્વીના પટ પર જાત જાતના ફેરફારો થયા કર્યા છે; વળી તે દરમિયાન મોટા પાયા પર ભૂસંચલનજન્ય ઘટનાઓ પણ ઘટેલી હોવાનું મનાય છે. આ પૈકીની સાઇલ્યુરોડેવોનિયન ગિરિનિર્માણ કૅલિડોનિયન નામથી, પર્મોકાર્બોનિફેરસ ગિરિનિર્માણ હર્સિનિયન (વેરિસ્ક્ધા) નામથી અને તૃતીય જીવયુગમાં થયેલું ગિરિનિર્માણ આલ્પાઇન-હિમાલયન નામથી ઓળખાય છે. પ્રોટેરોઝોઇક દરમિયાનનું ગિરિનિર્માણ ભારત માટે અરવલ્લી ગિરિનિર્માણ કહેવાય છે. તે દુનિયાની જૂનામાં જૂની પર્વતમાળા પૈકીની એક છે.

છેલ્લાં 16 લાખ વર્ષ દરમિયાન જે હિમીભવન થયું, તેમાં ચાર હિમયુગો પ્રવર્તી ગયા, તે પૂરા થયે હજી તો 12,000 ± વર્ષ જ થયાં છે. મિસર કે બૅબિલોનિયન સંસ્કૃતિને હજી તો 8થી 10 હજાર વર્ષ વીત્યાં છે. ખ્રિસ્તી યુગ નામથી ઓળખાતા આજના વર્તમાન કાળને શરૂ થયે માત્ર 2000 વર્ષ જ થયાં છે.

સારણી 11 : ભૂસ્તરીય કાળક્રમ (Geological Time-scale)

મહાયુગ

યુગ કાળ કાલખંડ વર્તમાન પૂર્વે (વર્ષ) ભૂસ્તરીય ઘટનાઓ દરિયાઈ જીવન ભૂમિ પરનું જીવન
1 2 3 4 5 6 7

8

દ્રશ્યજી-

વયુગ

કેનોઝોઇક ચતુર્થ

જીવયુગ

અર્વાચીન વર્તમાન હિમયુગ(હિમનદીઓ)ની પીછેહઠ = અપસરણ. સમુદ્રસપાટી ઊંચે આવે છે. આબોહવા માફકસર (અનુકૂળ)  થતી જાય છે. વર્તમાન સમયમાં જે જોવા મળે છે તે. જંગલો ફરીથી સમૃદ્ધ થતાં જાય છે. માનવો ખેતી અને તક્નિકીનું જ્ઞાન પ્રાપ્ત કરતા ગયા છે.
10 હજાર
પ્લાયસ્ટોસીન હિમયુગોનો કાળગાળો. હિમનદીઓની ક્રમિક વૃદ્ધિ અને પીછેહઠ. સમુદ્ર-સપાટીમાં વૃદ્ધિ અને અપક્રમણ (fall) વર્તમાન સમયમાં જે જોવા મળે છે તે મુજબ. ઘણાં વનસ્પતિ-સ્વરૂપોનો ક્ષય. નાનાં સસ્તન પ્રાણીઓની વિપુલતા. આદિમાનવનું અસ્તિત્વ પ્રસ્થાપિત.
20 લાખ
તૃતીય

જીવયુગ

પ્લાયોસીન ખંડો અને મહાસાગરોનું વર્તમાન સ્વરૂપ ઊભું થતું જાય છે. વર્તમાન આબોહવાત્મક વિતરણ પ્રસ્થાપિત થઈ ચૂક્યું હોય છે.  હિમાવરણો વિકસતાં જાય છે. રાક્ષસી કદની શાર્કનું વિલોપન. માછલીઓના ઘણા પ્રકારો વનસ્પતિ અને સસ્તન પ્રાણીઓના કેટલાક પ્રકારોનો નાશ થાય છે. અંગુષ્ઠધારીઓ સમૃદ્ધિ પામે છે.
51 લાખ
માયોસીન દરિયા વધુ પાછા હઠે છે. યુરોપીય અને એશિયાઈ ભૂમિસમૂહો જોડાઈ જાય છે. ભારે વર્ષાથી સામૂહિક ઘસારો થાય છે. રાતો સમુદ્ર અસ્તિત્વમાં આવે છે. અસ્થિયુક્ત માછલી સર્વસામાન્ય. રાક્ષસી કદની શાર્ક જોવા મળે છે. ઘાસ પ્રચુર માત્રામાં. ઘાસ ચરનારાં સસ્તન પ્રાણીઓ સર્વસામાન્ય.
2 કરોડ 46 લાખ
ઑલિગોસીન દરિયા પાછા હઠે છે. પૃથ્વીના  પોપડોઓના વિસ્તૃત સંચલનથી નવી  પર્વતમાળાઓ રચાય છે. (દા. ત.,  આલ્પ્સ, હિમાલય). કરચલા, સ્વચ્છ જળનાં છીપયુક્ત પ્રાણીઓ, ગોકળગાયની ઉત્ક્રાંતિ. જંગલોમાં ઘટાડો. ઘાસ ઊગી

નીકળે છે. જાડી ચામડીવાળાં

પ્રાણીઓ.

3 કરોડ 80 લાખ
ઇયોસીન ગિરિનિર્માણ ચાલુ રહે છે. ઊંચાઈવાળી પર્વતમાળાઓ પર હિમનદીઓ વિકસે છે. ઉત્તર ગોળાર્ધમાં ગ્રીનલૅન્ડ અને દક્ષિણ ગોળાર્ધમાં ઑસ્ટ્રેલિયા અલગ પડે છે. વહેલ માછલીને  સમુદ્રનું રહેઠાણ અનુકૂળ આવી જાય છે. વિશાળ અયનવૃત્તીય  જંગલો. અર્વાચીન સસ્તન પ્રાણીઓનાં આદિ સ્વરૂપો સ્થાપિત થતાં જાય છે.
5 કરોડ 49 લાખ
પૅલિયોસીન ભૂમિનું વિસ્તૃત અવતલન. ફરીને દરિયાઈ અતિક્રમણ. મોટા પાયા પર જ્વાળામુખી-પ્રસ્ફુટન પ્રક્રિયા. યુરોપનો ભૂમિભાગ ઊંચો આવે છે. ઘણા સરીસૃપોનું વિલોપન. સપુષ્પ વનસ્પતિનો બહોળા પ્રમાણમાં વિકાસ. અંગુષ્ઠધારી પ્રાણીઓ સર્વપ્રથમ દેખાય છે. રાક્ષસી કદનાં સરીસૃપોનું વિલોપન.
6 કરોડ 50 લાખ
મેસોઝોઇક

મધ્ય

જીવયુગ

ક્રિટેસિયસ અંતિમ પ્રારંભિક 9 કરોડ 75 લાખ વિસ્તૃત કળણભૂમિ-વિસ્તારો. મોટા જથ્થાઓમાં કાંપમય નિક્ષેપક્રિયા. ચૂનાખડકોની રચના ચાલુ રહે છે. દક્ષિણ અમેરિકા આફ્રિકાથી અલગ પડે છે. ભારત, આફ્રિકા અને એન્ટાર્ક્ટિકા પણ એકમેકથી અલગ પડે છે. કાચબા, કિરણમત્સ્ય અને સર્વસામાન્ય માછલીઓ દેખાય છે. સપુષ્પ વનસ્પતિ પ્રસ્થાપિત. ડાયનૉસૉરનું વિલોપન.
14 કરોડ 40 લાખ
જુરાસિક માલ્મ દરિયાઈ અતિક્રમણ. નદીજન્ય રચનાઓ વધુ પ્રમાણમાં. ઊંચા પર્વતો ઘસારો પામે છે. ચૂનાખડકોની રચના. ઉત્તર અમેરિકા આફ્રિકાથી અલગ થાય છે. મધ્ય આટલાન્ટિક મહાસાગરના ઉદભવની શરૂઆત. સરીસૃપોનું પ્રાધાન્ય. સપુષ્પો પ્રારંભિક સ્થિતિમાં. સરીસૃપોનું પ્રાધાન્ય. સસ્તનપ્રાણીઓ હજી આદિ સ્વરૂપમાં. સર્વપ્રથમ પક્ષીઓ.
ડોગર 16 કરોડ 30 લાખ
લાયાસ 18 કરોડ 80 લાખ
21 કરોડ 30 લાખ
ટ્રાયાસિક અંતિમ રણ-પરિસ્થિતિ બહોળા પ્રમાણમાં. ગરમ આબોહવા ધીમે ધીમે હૂંફાળી અને ભેજવાળી બનતી જાય છે. પેન્ગિયા મહાભૂમિખંડનું લૉરેશિયા (ઉત્તર તરફ) અને ગોંડવાના(દક્ષિણ તરફ)માં વિભાજન. ઇક્થિયોસૉરસ, ઊડતી માછલી અને સ્તરકવચીનો ઉદય. હંસરાજ અને શંકુવૃક્ષો. સર્વપ્રથમ સસ્તન પ્રાણીઓ. ડાયનૉસૉર અને માખીઓ.
મધ્ય 23 કરોડ 10 લાખ
પ્રારંભિક 24 કરોડ 30 લાખ
24 કરોડ 80 લાખ
પેલિયો-

ઝોઇક

પ્રથમ

જીવયુગ

પર્મિયન અંતિમ કેટલાક દરિયાઈ વિસ્તારોનું વિભાજન થઈ સરોવરો બની રહે છે. ભસૂંચલન થવાથી ગિરિનિર્માણ. દક્ષિણ ગોળાર્ધમાં હિમીભવન. કેટલાંક ક્વચી મત્સ્યોનું વિલોપન. ખરાઉ વનસ્પતિ. સરીસૃપોનું પ્રાધાન્ય. ઘણા કીટક-પ્રકારો.
પ્રારંભિક 25 કરોડ 80 લાખ
28 કરોડ 60 લાખ
કાર્બોનિ-ફેરસ પેન્સિલ્વેનિયન = ઉત્તરાર્ધ

 

દરિયાઈ સ્તરોનું ઊર્ધ્વગમન થવાથી નવા ભૂમિવિસ્તારો રચાય છે. ઉભયજીવીઓ અને શાર્ક વિપુલ પ્રમાણમાં વિસ્તૃત બારમાસી લીલાં જંગલો. સરીસૃપોનો ભૂમિ પર ઉછેર.

કેટલાક કીટકોમાં પાંખોનો વિકાસ.

મિસિસિપિયન = પૂર્વાર્ધ 32 કરોડ વિસ્તૃત કળણભૂમિના પ્રદેશો. અંશત: કોહવાટ પામેલી વનસ્પતિમાંથી કોલસાની રચના.
36 કરોડ
ડેવોનિયન અંતિમ ખંડોની અથડામણ થવાથી પર્વતોની રચના (એપેલેશિયન, કૅલિડોનાઇડ્ઝ અને યુરલ પર્વતો) માછલીઓની વિપુલતા. આદિ શાર્ક. સર્વપ્રથમ ઉભયજીવીઓનો ઉદય. પાંદડાંવાળી વનસ્પતિ. કેટલાક અપૃષ્ઠવંશી પ્રાણીઓ ભૂમિ પર રહેવાને ટેવાય છે. સર્વપ્રથમ કીટકો.
મધ્ય 37 કરોડ 40 લાખ દરિયા ઊંડા અને સાંકડા બને છે.

આબોહવાના વિભાગો રચાતા જાય છે.

પ્રારંભિક 38 કરોડ 70 લાખ ઇયાપીટસ મહાસાગર નામશેષ થઈ જાય છે.
40 કરોડ 80 લાખ
સાઇલ્યુ-

રિયન

પ્રિડોલી નવી પર્વતમાળાઓની રચના. કાળગાળાને આંતરે આંતરે સમુદ્ર-સપાટીમાં ફેરફારો થાય છે. સહરાના પ્રદેશ પર વિસ્તૃત છીછરો સમુદ્ર પથરાઈ રહે છે. મોટા કદવાળાં પૃષ્ઠવંશીઓ. સર્વપ્રથમ પણર્ર્વિહીન ભૂમિ વનસ્પતિનો ઉદય.
લડલો 41 કરોડ 40 લાખ
વેનલૉક 42 કરોડ 10 લાખ
લૅન્ડોવરી 42 કરોડ 80 લાખ
43 કરોડ 80 લાખ
ઑર્ડોવિ-

સિયન

એશ્ગિલ કિનારારેખાઓ હજી તદ્દન પરિવર્તી. કણજમાવટની ક્રિયાની વૃદ્ધિ. યુરોપ અને ઉત્તર અમેરિકા નજીક આવતા જાય છે. સર્વપ્રથમ પૃષ્ઠવંશીઓ. પરવાળાંનો વિકાસ કંઈ જ નહિ.
કેરેડૉક 44 કરોડ 80 લાખ
લેન્ડિલો 45 કરોડ 80 લાખ
લેનવિર્ન 46 કરોડ 80 લાખ
અરેનિગ 47 કરોડ 80 લાખ
ટ્રેમેડૉક 48 કરોડ 80 લાખ
50 કરોડ 50 લાખ
કૅમ્બ્રિયન અંતિમ વિપુલ પ્રમાણમાં જ્વાળામુખી-પ્રક્રિયા, દરિયાઈ કણજમાવટના લાંબા કાળગાળા. ક્વચવાળાં અપૃષ્ઠવંશીઓ. ત્રિખંડી પ્રાણીઓ. કંઈ જ નહિ.
મધ્ય 52 કરોડ 50 લાખ
પ્રારંભિક 54 કરોડ
59 કરોડ
પ્રાગ્-

જીવયુગ

પ્રી-કૅમ્બ્રિ-

યન

વેન્ડિયન

 

ભૂમિપ્રદેશો ઉપર છીછરા સમુદ્રો પથરાય છે અને પીછેહઠ કરે છે. વાતાવરણ એકસરખું હૂંફાળું-ગરમ

રહે છે.

સમુદ્રી શેવાળ, લીલ, અપૃષ્ઠવંશીઓ. કંઈ જ નહિ.
65 કરોડ
રિફિયન

 

અંતિમ 90 કરોડ પોપડાની ઉગ્ર વિરૂપતા અને વિકૃતિ. સર્વપ્રથમ દરિયાઈ જીવન અને જીવાવશેષો. કંઈ જ નહિ.
મધ્ય 130 કરોડ
પ્રારંભિક
160 કરોડ
પ્રારંભિક

પ્રાગ્જીવ-

યુગ

છીછરા-ખંડીય છાજલીઓવાળા સમુદ્રો. કાર્બોનેટ નિક્ષેપો અને ‘રાતા સ્તરો’(red beds)ની રચના. સ્ટ્રોમેટોલાઇટની પ્રથમ શરૂઆત. કંઈ જ નહિ.
250 કરોડ
આર્ક્યિન આર્કિયન (જીવન-વિહીન) પટ્ટાદાર લોહરચનાઓ. પોપડાની

અને મહાસાગરોની ઉત્પત્તિ.

કંઈ જ નહિ. કંઈ જ નહિ.
460 કરોડ

ગિરીશભાઈ પંડ્યા