ભાસ્કરાચાર્ય (1) (ઈ. સ. 600) : આર્યભટ્ટના શિષ્ય. લઘુભાસ્કરીય અને મહાભાસ્કરીય ગ્રંથોના રચયિતા. તેમણે આર્યભટ્ટના ખગોળશાસ્ત્રના સિદ્ધાંતો વિકસાવ્યા અને તેના પર ભાષ્ય રચ્યું. પહેલા પરિમાણના અનિશ્ચિત સમીકરણના ક્ષેત્રમાં તેમનો મોટો ફાળો છે. તેના ખગોળશાસ્ત્રમાં થતા ઉપયોગ અંગેનાં ઉદાહરણ પણ તેમણે આપેલાં છે. તેમના જીવન વિશે વધુ માહિતી મળતી નથી.
શિવપ્રસાદ મ. જાની