બ્લિથ, ઍડવર્ડ (જ. 1810, લંડન; અ. 1873) : જાણીતા પ્રકૃતિવિજ્ઞાની અને પ્રાણીવિજ્ઞાની. લંડનમાં તેઓ ઔષધનિર્માણના વ્યવસાયમાં પ્રવૃત્ત હતા, પરંતુ પક્ષીવિજ્ઞાનમાં એટલા બધા વ્યસ્ત રહેવા માંડ્યા કે તેમનો ધંધો સાવ બેસી ગયો.
1841થી 1962 દરમિયાન તેઓ બંગાળમાં એશિયાટિક સોસાયટીના મ્યુઝિયમના ક્યુરેટર રહ્યા. કેટલાંય પક્ષીઓને તેમનું નામ પણ આપવામાં આવ્યું છે; જેમ કે, બ્લિથ્સ કિંગફિશર, બ્લિથ્સ પિપિટ અને બ્લિથ્સ વૉર્બલ્ર.
મહેશ ચોકસી