બ્રેવેઇસ લેટિસ : બધાં બિંદુઓ એકબીજાં સાથે સરખાપણું ધરાવે તેવા સંજોગોમાં અવકાશમાં બિંદુઓનું પુનરાવર્તન કરતી અનંત ગોઠવણી. લેટિસ એ અવકાશમાં બિંદુઓની આવર્તક (periodic) ગોઠવણી છે. માટે લેટિસ એ ભૌમિતિક ખ્યાલ છે.

ઉપર દર્શાવ્યા પ્રમાણે આવી 14 ગોઠવણી શક્ય છે. 14 બ્રેવેઇસ લેટિસ અને બિંદુઓનાં 32 જૂથને 3 અક્ષવાળી 7 પ્રણાલીઓ તરીકે લઈ શકાય છે. ત્રિ-પરિમાણમાં આ 14 બ્રેવેઇસ લેટિસ નીચે પ્રમાણે આપી શકાય છે :

પ્રણાલી લેટિસની સંખ્યા લેટિસ-સંજ્ઞા અક્ષ અને ખૂણા
ત્રિનતાક્ષ (triclinic) 1 P a ≠ b ≠ c

α ≠ β ≠ γ

એકનતાક્ષ (monoclinic) 2 P, C a ≠ b ≠ c

α = γ = 90° ≠ β

વિષમલંબાક્ષ

(orthorhombic)

4 P, C, I, F a ≠ b ≠ c

α = β = γ  90°

દ્વિસમલંબાક્ષ (tetragonal) 2 P, I a = b ≠ c

α = β = γ = 90°

ઘન (cubic) 3 P અથવા Sc

I અથવા bcc

F અથવા fcc

a = b ≠ c

α = β = γ = 90°

ત્રિસમનતાક્ષ (trigonal) 1 R a = b = c

α = β = γ < 120° ≠90°

ષટ્કોણીય (hexagonal) 1 P a = b ≠ c

α = β = 90°

γ = 120°

સ્ફટિકની બાજુએ (a. b. c) અને તેમની વચ્ચેના કોણ (α, β, γ)

અહીં a, b, c સ્ફટિકની અક્ષ છે. b અને c, c અને a તથા a અને b વચ્ચેના કોણ અનુક્રમે α, β અને γ છે.

14 બ્રેવેઈસ લેટિસ

ઉપરની આકૃતિમાં 14 બ્રેવેઇસ અથવા અવકાશ લેટિસ સચિત્ર દર્શાવ્યા છે. બતાવેલા કોષ (cell) રૈવાજિક છે. તે હંમેશ માટે આદિ (primitive) હોય છે તેમ નથી.

પ્રહલાદ છ. પટેલ