બ્રૅકન, ટૉમસ (જ. 1843, આયર્લૅન્ડ; અ. 1898) : કવિ અને પત્રકાર. 1869માં તેમણે ન્યૂઝીલૅન્ડમાં સ્થાયી વસવાટ કર્યો. ટેનિસન તથા લાગફેલો જેવા કવિઓના સ્થાનિક સમકક્ષ કવિ તરીકે તેમની ગણના અને નામના હતી. 1930ના દાયકા પછી તે વીસરાવા લાગ્યા. પરંતુ ‘ગૉડ ડિફેન્ડ ન્યૂઝીલૅન્ડ’ નામે તેમણે લખેલા રાષ્ટ્રગીતથી તેમની સ્મૃતિ હવે કાયમી સ્વરૂપે જળવાઈ રહી છે.
મહેશ ચોકસી