બ્રુક્સ, (સર) નૉર્મન (જ. 1877, મેલબૉર્ન, ઑસ્ટ્રેલિયા; અ. 1968) : નામી ટેનિસ-ખેલાડી. 1905માં તેઓ વિમ્બલડન ખાતે ‘ઑલ કમર્સ સિંગલ્સ’ પદકના વિજેતા બન્યા. પછીના વર્ષે તેઓ સિંગલ્સ, ડબલ્સ અને મિક્સ્ડ ડબલ્સ પદકના વિજેતા બન્યા. 1914માં તે વિમ્બલડન ખાતે ફરીથી વિજેતા બન્યા. 1921 સુધી તે ડેવિસ કપ માટે ટેનિસ રમતા રહ્યા અને તે માટેની વિજેતા ટીમનું 6 વાર સુકાનીપદ સંભાળ્યું.
1939માં તેમને ‘સર’નો ખિતાબ અપાયો હતો.
મહેશ ચોકસી