બોઇંગ, વિલિયમ એડવર્ડ
January, 2000
બોઇંગ, વિલિયમ એડવર્ડ (જ. 1881, ડેટ્રૉઇટ, અમેરિકા; અ. 1956) : હવાઈ જહાજના જાણીતા ઉત્પાદક. સી-પ્લેન એટલે કે દરિયાના પાણી પર ઊતરી શકે અને પાણી પરથી ઉડ્ડયન કરી શકે એવાં હવાઈ જહાજ બનાવવાના આશયથી 1916માં તેમણે પેસિફિક એરો પ્રૉડ્ક્ટ્સ કંપનીની સ્થાપના કરી. આ સી-પ્લેનની ડિઝાઇન કૉનાર્ડ વેસ્ટરફેલ્ટના સહયોગથી તેમણે જાતે જ બનાવી હતી.
1917માં કંપનીનું નામ બદલીને બોઇંગ એર પ્લેન કંપની રાખવામાં આવ્યું. ઉત્તરોત્તર પ્રગતિ કરીને આ કંપની લાંબે ગાળે લશ્કરી તેમજ નાગરિક હેતુ માટેનાં હવાઈ જહાજ બનાવનારી વિશ્વની સૌથી મોટી કંપની બની રહી.
મહેશ ચોકસી