બૅક્સ, બેન્જામિન (સર) (જ. 1840, સમરસેટ, ઇંગ્લૅન્ડ; અ. 1907) : નિષ્ણાત અંગ્રેજ ઇજનેર. 1861માં સલાહકાર-ઇજનેર તરીકેનો જૉન ફાઉલર સાથેનો સહયોગ ખૂબ લાંબા સમય સુધી રહ્યો. 1883થી 1890 દરમિયાન બંનેએ સાથે મળીને લંડન મેટ્રોપૉલિટન રેલવે તથા વિક્ટોરિયા સ્ટેશન તેમજ ચોથા રેલવે-પુલ સહિત અનેક પુલોની ડિઝાઇન તૈયાર કરી. તેઓ ઇજિપ્તમાંના આસ્વાન બંધ(1902)ના તથા ન્યૂયૉર્કમાંની હડસન રિવર ટનલ માટેના પણ (1888–91) સલાહકાર ઇજનેર હતા.
મહેશ ચોકસી