બાંદીપુર : કર્ણાટક રાજ્યના દક્ષિણ ભાગમાં મૈસૂર જિલ્લાના ગુંડલુપેટ (ગુંડીપેટ) તાલુકામાં આવેલું સ્થળ. ભૌગોલિક સ્થાન : 12° 0’ ઉ. અ. અને 76° 45’ પૂ. રે. તે કર્ણાટક, તામિલનાડુ અને કેરળ રાજ્યોની સીમા નજીક આવેલું છે. ભારતમાં આવેલાં હિંસક પ્રાણીઓનાં અભયારણ્યો પૈકી બાંદીપુરનું અભયારણ્ય પણ જાણીતું છે.
નીતિન કોઠારી