પ્રાકૃતિક ઔષધોનું વર્ગીકરણ

કુદરતમાં મળી આવતી વનસ્પતિનાં વિવિધ અંગોમાંથી પ્રાપ્ત થતાં ઔષધોનું વર્ગીકરણ. ભારત તેની પલટાતી આબોહવા તથા વાનસ્પતિક વિવિધતા માટે જાણીતો છે. ઔષધીય તત્વો તથા ઉડ્ડયનશીલ તેલો ધરાવતા આવા આશરે 2,000 જેટલા છોડ અથવા વનસ્પતિ છે.

ઔષધ બે રીતે મળે છે : (i) પ્રયોગશાળામાં વિવિધ રાસાયણિક પ્રક્રિયા દ્વારા મળતાં સંશ્લેષિત ઔષધો અને (ii) પ્રકૃતિમાંથી મળતાં વનસ્પતિનાં વિવિધ અંગોનાં ચૂર્ણ, અર્ક અથવા વૃક્ષની છાલનું ચૂર્ણ જેવાં સીધાં વપરાશમાં લઈ શકાય તેવાં ઔષધ. મેલેરિયા જેવા તાવ માટે પ્રાચીન કાળથી સિંકોના વૃક્ષની છાલ વપરાતી આવી છે. પાછળથી તેમાંથી ક્વિનાઇન જેવું ઔષધ મેળવાયું હતું.

પશ્ચિમના દેશો પણ હવે પ્રાકૃતિક ઔષધો તરફ વળ્યા છે. તેનો પુરાવો લીમડો, હળદર વગેરે પર લેવાતી પેટન્ટ અધિકારપત્ર છે. એમ મનાય છે કે ઔષધોનો લગભગ ત્રીજો ભાગ મૂળભૂત વનસ્પતિમાંથી ઊતરી આવેલ છે. જો તેમાં ફૂગ તથા સૂક્ષ્મજીવાણુ ઉમેરવામાં આવે તો આશરે 60% જેટલા ભાગનાં ઔષધોનો સ્રોત વનસ્પતિ ગણી શકાય. જોકે હવે ઔષધકોશ(pharmacopoeia)માં આવાં ઔષધોમાં ઘટાડો નોંધાયો છે. કારણ કે સંશ્લેષિત ઔષધોની શોધ થવાથી પ્રાકૃતિક ઔષધોની સંખ્યા ઓછી થઈ છે.

પ્રાકૃતિક પદાર્થો જે ઔષધ તરીકે વપરાય છે તેમાં તેઓની અંદર રહેલ ઔષધીય ગુણધર્મ અમુક ચોક્કસ રાસાયણિક પદાર્થને આભારી હોય છે. આ રાસાયણિક પદાર્થો કાર્બનિક રસાયણની ભાષામાં અમુક ચોક્કસ વર્ગના ગણાય છે અને તેમનું તે મુખ્ય વર્ગીકરણ થાય છે. આ વર્ગીકરણ પ્રમાણે વિવિધ પ્રાકૃતિક પદાર્થો વિવિધ પ્રકારનાં ઔષધ તરીકે વપરાય છે. આ વર્ગીકરણ સારણી 1માં દર્શાવ્યું છે.

સારણી 1 : પ્રાકૃતિક ઔષધોનું વર્ગીકરણ

  1. આલ્કેલૉઇડ ઔષધો
  2. આરબ્યુટિન ઔષધો
  3. કૂમારિન ઔષધો
  4. ફલેવોનૉઇડ ઔષધો
  5. કાર્ડિયાક ગ્લાઇકોસાઇડ ઔષધો
  6. સૅપોનિન ઔષધો
  7. એન્થ્રેસીન પ્રકારનાં ઔષધો
  8. જરૂરી તેલ (essential oil) અથવા ઉડ્ડયનશીલ તેલ (volatile oil) પ્રકારનાં ઔષધો
  9. કડવા ગુણધર્મવાળાં ઔષધો

1. આલ્કેલૉઇડ ઔષધો : આશરે 1810ની આસપાસ સરટ્યુશ્નર નામના વિજ્ઞાનીએ અફીણમાંથી મૉર્ફીન મેળવ્યું હતું. આ પ્રાપ્ત કરનાર તે પ્રથમ વિજ્ઞાની નહોતો પરંતુ તેણે જોયું કે આ પદાર્થ એક નવા વર્ગનો છે. તેને તેણે ‘વેજિટેબલ આલ્કલી’ એવું નામ આપ્યું. ત્યારબાદ 1818માં મેઇસનર નામક વિજ્ઞાનીએ એવું સૂચન કર્યું કે આ વાનસ્પતિક પદાર્થોને ‘આલ્કેલૉઇડ’ કહેવા જોઈએ. આજે સામાન્ય રીતે મૂળભૂત, ભૌતિક રીતે ક્રિયાશીલ તથા નાઇટ્રોજન ધરાવતા ચક્રીય અથવા વિષમચક્રીય જટિલ રચના ધરાવતા અને વનસ્પતિમાંથી પ્રાપ્ત થતા પદાર્થને આલ્કેલૉઇડ કહેવામાં આવે છે.

આલ્કેલૉઇડ પ્રકારનાં પ્રાકૃતિક ઔષધોમાં કેથરેન્થસ રોઝિયસ, વિન્કા રોઝીઆ અથવા તો બારમાસી, સિંકોના(સિંકોના લેજીરીઆના મોઇન્સ, સિંકોના કેલિસાયા વેડેલ, સિંકોના ઓફિસિનેઇલ એલ. વગેરે)ની છાલ, સર્પગંધા અથવા રાઓલ્ફિયા સરપેન્ટીના, અરગટ, (ક્લેવિસેપ્સ પરપ્યુરા) વગેરેને ગણાવી શકાય. આ ઔષધો વિવિધ રોગો માટે વપરાય છે. દા.ત., સિંકોનાનાં ઔષધો મેલેરિયા માટે, કેથરેન્થસનાં તથા વિન્કાનાં ઔષધો કૅન્સર માટે, સર્પગંધાના રક્તચાપ યા બ્લડપ્રેશરને ઘટાડવા માટે વગેરે.

આલ્કેલૉઇડ ઔષધો પણ પેટા પ્રકારમાં વહેંચાય છે, જેમાં ઇન્ડોલ આલ્કેલૉઇડ, ક્વિનોલીન તથા આઇસોક્વિનોલીન તથા પ્યુરાઇન, ટ્રોપીન વગેરે વિવિધ પ્રકારોનો સમાવેશ થાય છે. આ બધાનાં આલ્કેલૉઇડમાં ઇન્ડોલ પ્રકારની રાસાયણિક રચનાનો સમાવેશ થાય છે.

આલ્કેલૉઇડ ઔષધોનાં વાનસ્પતિક નામ, તેમાંથી પ્રાપ્ત થતા મુખ્ય આલ્કેલૉઇડ, તેના કુલ ટકા, તેનો ઔષધ તરીકે વપરાતો ભાગ તથા તેની મુખ્ય ક્રિયાશીલતા વગેરે સારણી 2માં દર્શાવવામાં આવ્યાં છે. આ બધાંની અમુક ચોક્કસ રાસાયણિક રચનાઓ છે, જેમાંથી થોડાકની અહીં દર્શાવી છે.

સારણી 2 : મુખ્ય આલ્કેલૉઇડ ઔષધો

ક્રમ વાનસ્પતિક નામ  પ્રાપ્ત થતાં મુખ્ય ઔષધીય આલ્કેલૉઇડ ટકાવારી(%) વપરાતોભાગ   મુખ્ય ક્રિયાશીલતા
 1   2        3   4   5   6
1. રાઓલ્ફિયા સર્પેન્ટિના એલ. રિસર્પેન, રેસિનામીન, સર્પેન્ટીન, અજમેલીન 0.6–2.4 મૂળ રક્તચાપ ઘટાડવા
2. કેથરેન્થસ રોઝિયસ

એલ.

વિન્બ્લાસ્ટીન, વિન્કરીસ્ટીન, વિન્ડોલીન 0.15–0.25 પર્ણો કૅન્સરના દર્દમાં
3. પિન્કા માઇનોર એલ. વિન્કામીન, વિન્સીન, રિસર્પીન, વિન્કામીનીન 0.15–1.0 બધા ભાગો કૅન્સરના દર્દમાં
4. સ્ટ્રીક્નોસ નક્સવોમિકા સ્ટ્રિક્નીન, બ્રુસીન, વોમિસીન, સ્યૂડોસ્ટ્રિક્નીન 2–3 બીજ ચેતાતંત્રના રોગમાં
5. આઇપેકાકુ આન્હા

રેડિક્સ

ઇમેટિન, સિફાલેન, સાયકોટ્રીન 1.8–6.0 મૂળ ઉધરસ, ગળાના રોગમાં
6. સિંકોના પ્યુએસિન વ્હલ ક્વિનીન, ક્વિનીડીન, સિંકોનીન, સિંકોનીડીન 4–12 છાલ મેલેરિયામાં
7. પાપાવર સોમ્નિફેરમ

એલ.

અફીણ યા ઓપિયમ, ફિનાન્થ્રીન, મૉર્ફીન,

કોડીન

20–29 પર્ણોમાંથી ઝરતો

પદાર્થ

દર્દશામક
8. કૉલ્ચિકમ ઓટમનેલ

એલ.

કૉલ્ચિસીન, કૉલ્ચિકોસાઇડ ડીમેકોલ્સીન 0.5–1.0 બીજ
9. બર્બેરિસ વલ્ગારીસ

એલ.

બર્બેરિન, પાલ્મેટીન, ઓ. સ્યાકેન્થીન > 13% મૂળ
10. ઇફેડ્રા સિનિકા એલ. ઇફેડ્રિન, નોર-ઇફેડ્રીન, સ્યૂડોઇફેડ્રીન 2.5–3 પર્ણો
11. બેલૉડોના ફોલિયમ (–)હાયોસાયમીન/ઍટ્રો-પીન, સ્કોપોલેમાઇન 0.2–0.5 પર્ણો
12. સ્કોપોલિયા કાર્નિયોલિકા (–)હાયોસાયમીન,સ્કોપોલેમાઇન,સ્કોપોલેરિન 0.4–0.95 મૂળ
13. યોહિમ્બે કોર્ટેક્સ યોહિમ્બીન, સ્યૂડોયો-હિમ્બીન, કોરીએન્થેઇન 2.3–3.9 છાલ
14. ક્લેવિસેપ્સ પરપ્યુરા અર્ગોટ, લાયસર્જિક ઍસિડ, અર્ગોમેટ્રિન 0.2–1
15. દતુરા સ્ટ્રામોનિયમએલ. બેલાડોમીન, ફ્લેવૉનોઇડ ગ્લાયકોસાઇડ હાયોર યમીન/ઍટ્રોપીન 0.1–1.6 પર્ણો

આલ્કેલૉઇડ ઔષધો : રાસાયણિક રચના

બ્રુસીન (Brucine) R1 = R2 = OCH3

2. આરબ્યુટિન ઔષધો : આરબ્યુટિન કે ઉર્સિન (ursin) તરીકે પણ જાણીતું છે તે પ્રાકૃતિક અને પ્રયોગશાળામાં સંશ્લેષણ દ્વારા એમ બંને રીતે પ્રાપ્ત થાય છે. તે રાસાયણિક રીતે હાઇડ્રોક્વિનોનબીટા-ડી-ગ્લુકોપાયરેનોસાઇડ તરીકે ઓળખાય છે. પ્રયોગશાળામાં તે મુખ્યત્વે એસિટોબ્રોમોગ્લુકોઝ તથા હાઇડ્રોક્વિનોનની આલ્કલીની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયાથી સંશ્લેષિત થાય છે. તે પાણીમાં દ્રાવ્ય હોય છે અને સમતોલ હોય છે. તેનું ગલનબિંદુ 199°થી 200° સે. હોય છે.

મુખ્યત્વે આરબ્યુટિન ધરાવતાં ઔષધો પ્રમાણમાં ઓછાં છે. તે બર્બેરી જે વાનસ્પતિક રીતે આરક્ટોસ્ટેફાયલોસ ઉવા-ઉરસી એલ. તરીકે એરિકેસી કુળની વનસ્પતિ છે તેનાં પર્ણોમાંથી 4%થી 15% કુલ હાઇડ્રોક્વિનોન તરીકે મળે છે. પર્ણો ઔષધ તરીકે વપરાય છે.

બીજી વનસ્પતિ કાવબેરી અથવા વેસ્સીનમ વાઇટીસ એલ. તરીકે ઓળખાય છે. તેનાં પર્ણોમાં 5.5%થી 7% કુલ હાઇડ્રોક્વિનોન મળે છે.

આ સિવાય બર્જિનિયા ફોલિયમ અથવા બર્જિનિયા ક્રાસીફોલિયામાંથી 12% કુલ હાઇડ્રોક્વિનોન મળે છે. આરબ્યુટિનની રાસાયણિક રચના નીચે મુજબ છે.

3. કુમારિન પ્રકારનાં ઔષધો : જ્યારે કુમારિન જેવી રાસાયણિક સંરચના ધરાવતા પદાર્થો ઔષધ તરીકે પ્રાપ્ત થાય ત્યારે તેવાં ઔષધોને કુમારિન પ્રકારનાં ઔષધોમાં વર્ગીકૃત કરાય છે. કુમારિનને બેન્ઝોપાયરોન કહેવાય છે. તે લેક્ટોન પ્રકારનું રસાયણ છે અને તેને ટોન્કા બીન કેમ્ફોર પણ કહે છે. તે રંગવિહીન સ્ફટિકો અથવા ચૂર્ણ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. તેની ગંધ વેનિલા જેવી અને સ્વાદ કડવો હોય છે. તેનું ગલનબિંદુ 69° સે. છે. તે ક્લૉરોફૉર્મમાં દ્રાવ્ય છે. પ્રયોગશાળામાં તે સેલિસિલિક આલ્ડિહાઇડ સોડિયમ લેકટેટ તથા એસેટિક એન્હાઇડ્રાઇડને ગરમ કરવાથી બને છે.

કુમારિન  ઔષધો મુખ્યત્વે મેલિલોરસ ઓફિસિનેલ, ડાઇપ્ટેરીકસ ઓગેરાટા, ફેબિયાના ઇમ્બ્રીકાટા, અમી મજુસ, બેલાડોના રેડિક્સ, એન્જેલિકા આર્ચેન્જેલિકા ફ્રેક્સિનસ ઓરનસ, ડાફનેમેઝેરિયમ એલ. જેવી વિવિધ વનસ્પતિઓમાંથી મળે છે. જેમાં તેના ફળ, છાલ, મૂળ વગેરે ભાગો ચૂર્ણ યા અર્ક તરીકે લેવાય છે (સારણી 3).

કુમારિન ઔષધોમાંથી કેટલાકની રાસાયણિક રચના આ સાથે આપી છે.

સોલેનસી કુળની વનસ્પતિમાંથી મળતાં ઔષધોમાં કુમારિન તથા આલ્કેલૉઇડ એકસરખાં હોય છે. માત્ર તેમની સાંદ્રતા જુદી જુદી હોય છે. આમાં અમી મજુસ મુખ્ય છે. આ ઔષધ કોઢ અથવા વિટ્ટીલીગોમાં ખાસ વાપરવામાં આવે છે.

સારણી 3 : કુમારિન રચના ધરાવતાં મુખ્ય ઔષધો

ક્રમ વાનસ્પતિક નામ પ્રાપ્ત થતાં મુખ્ય કુમારિન વ્યુત્પન્નો કુલ(%) વપરાતા ભાગ મુખ્ય ક્રિયાશીલતા
1. મોલિલોટસ ઓફિસીનેલ એલ. મેલિલોટોસાઇડ, અમ્બેલિ-, ફેરોન, સ્કોપોલેઇન, વર્સેરિન, કેમ્ફેરોલ, આયોસાઇડ, કેફેઇક ઍસિડ 0.2– પેટના દુખાવામાં
2. ડાઇપ્ટેરિક્સ ઓગેરાટા વાઇલ્ડ રૂમારિન, અમ્બેલિફેરોન 2–3 દાણા યા કઠોળ પેટના દુખાવામાં
3. ફેબિયાના ઇમ્બ્રીકાટા રૂઇટ્ઝ કુમારિન, સ્કોપોલેટીન, આઇસોફ્રૉક્સિડીન
4. ફ્રેકિસનસ ઓરનલ એલ. ફ્રેક્સિડીન, આઇસો-ફ્રેક્સિડીન, ફ્રેક્સેટીન, ફ્રેકિસનૉલ 0.06 છાલ
5. ડાફને મેઝે-રિયમ એલ. કુમારિન : ડાફનેટીન, ડાફનીન અમ્બેલિફેરોન,ટ્રાઇયમએલીન છાલ
6. બેલાડોના રૅડિક્સ સ્કોપોલેટીન, હાઇઓ-સાયમીન, સ્કોપોલેમાઇન મૂંળ ચેતાતંત્રના રોગમાં
7. અમી મજુસ એલ. ફ્યુરેનોકૂમારિન, બર્ગાપ્ટેન, ઇમ્પેરેટોરીન, ઝેન્થોટૉક્સિન ફળ કોઢ માટે
8. એન્જેલિકા આર્ચેન્જેલિકા એલ. એન્જેલિસીન, અર્ગાપ્ટેન, ઝેન્થોટૉક્સિન, અમ્બેલિફેરોન ઓસ્થિનોલ મૂળ પ્રશામક (sedative)

કુમારિન ઔષધો : રાસાયણિક રચના :

R1                R2                   R3

H                 H                    H              કુમારિન (Coumarin)

H                 OH                  H              અમ્બેલીફેરોન (Umbelliferone)

H                 OCH3             H              હરનિઆરીન (Herniarin)

H                 OH                  OH            ડાફનેટીન (Daphnetin)

OCH3           OH                  H              સ્કોપોલેટીન (Scopoletin)

OCH3           OH                  OCH3        આઇસોફ્રાકસીડીન (Isofraxidin)

7, –ફ્યુરોનોકુમારિન્સ (7, 6–Furanocoumarins)

પાયરોનોકુમારિન્સ (Pyranocoumarins)

R1                  R2

H                   CH3                  વિસ્નાજિન (Visnagin)

OCH3             CH3                  ખેલીન (Khellin)

H                   CH2OH             ખેલોલ (Khellol)

R1         R2        R3

H          H          H          ગામા ફોગેરીન (gFagurine)

OCH3    OCH3    H          કોકુસાગિનીન (Kokusaginin)

4. ફ્લેવેનોઇડ ઔષધો : ફ્લેવોન રચનાવાળા પદાર્થો સાથે ગ્લુકોઝની અણુરચના જોડાયેલી હોય તેવાં ઔષધો ફ્લેવેનોઇડ ઔષધો કહેવાય છે. આ પદાર્થો મોટેભાગે પાણીમાં અદ્રાવ્ય હોય છે અને પીળાં રંગદ્રવ્યો તરીકે વનસ્પતિનાં લીલાં પર્ણ તથા ફળોમાં છૂટથી વેરાયેલાં મળી આવે છે.

આ ઔષધો રક્તવાહિનીઓની દીવાલને નબળી બનાવનાર એપિનેફ્રીન નામક પદાર્થની પ્રક્રિયાને અવરોધે છે, અને આડકતરી રીતે આ દીવાલોને મજબૂત બનાવે છે. ફ્લેવેનોઇડ ઔષધોમાં મુખ્યત્વે હેસ્પેરિડીન, વર્સેટિન તથા રૂટિનનો સમાવેશ થાય છે.

લીંબુ તથા સંતરામાંથી હેસ્પેરિડીન મળે છે. તેનું રાસાયણિક નામ હેસ્પેરિટીન–7–રહેમ્નોગ્લુકોસાઇડ છે. તેને સિરાન્ટીન પણ કહે છે. તેના સ્ફટિક સોયાકાર અને ગલનબિંદુ 248થી 262° સે. હોય છે.

બીજું અગત્યનું ઔષધ છે વર્સેટિન, જે રોડોડેન્ડ્રોન સિન્નાબેરિયમ હુક નામની વનસ્પતિમાંથી મળે છે. રાસાયણિક રીતે તે 2–(3, 4–ડાઇહાઇડ્રૉક્સિ ફીનાઇલ)–3, 5, 7–ટ્રાઇહાઇડ્રૉક્સિ–4H–1–બેન્ઝોપાયરન-4- ઓન તરીકે ઓળખાય છે. તેના પીળા, સોયાકાર સ્ફટિકો હોય છે. 314° સે. એ તે વિઘટન પામે છે.

ત્રીજું અગત્યનું ઔષધ રૂટિન ઘણાબધા છોડમાંથી પ્રાપ્ય થાય છે પણ મુખ્યત્વે તે બકવહીટ જે ફેગોપાયરસ એસ્ક્યુલેન્ટમ મોએન્ક છે તેમાંથી અર્ક પદ્ધતિ દ્વારા મેળવાય છે.

અન્ય ફલેવેનોઇડ ઔષધોમાં બેન્ઝવર્સિન, ડાયોસ્મિન, ઇથોક્સાઝોરૂટોસાઇડ, લ્યૂકોસિઆનિડોલ, મેટિસ્ક્યુલેટોલ સોડિયમ, મોનોક્સેરૂટિન, ટ્રોક્સિરૂટિન વગેરેનો સમાવેશ થાય છે (સારણી 4).

ફ્લેવેનોઇડ ઔષધો : રાસાયણિક રચના :

R1         R2        અગ્લાયકોન (Aglycone)

H          H          ક્વર્સેટિન (Quercetin)

OH       OH       કેમ્પફેરોલ (Kaempherol)

R1         R2        અગ્લાયકોન (Aglycone)

OCH3    OCH3    સિનેસેટિન (Sinesetin)

OH       OH       યુપેટોરિન (Eupatorin)

R1         R2        R3        અગ્લાયકોન (Aglycone)

H          H          OH       નારીન્જેનીન (Naringenin)

                                    નારીન્જીન [Naringin (a)]

H          OH       OCH3    હેસ્પેરીડીન (Hesperdin)

                                    નિયોહેસ્પેરીડીન [Neohesperidin (a)]

                                    હેસ્પેરીડીન(b) [(Hesperidin (b)]

                                    (a) = નિયોહેસ્પેરેડોઝ

                                                   (Neohesperidose)

                                    (b) = રુટિનોઝ (Rutinose)

સારણી 4 : મુખ્ય ફ્લેવેનોઇડ ઔષધો

ક્રમ વાનસ્પતિક નામ પ્રાપ્ત થતાં મૂલ્ય ફ્લેવોનોઇડ ઔષધો કુલ (%) વપરાતા ભાગ

મુખ્ય ક્રિયાશીલતા

1. આર્નિકા મોન્ટાના આઈ. વર્સેટિન, કેમ્ફેરોલ 0.4—0.6 ફૂલ રક્તવાહિનીની દીવાલો મજબૂત બનાવે
2. ક્રેટેઇગી ફ્રુક્ટસ/ ફોલિયમ લી. વર્સેટિન, ફટિન, હાયપેરૉસાઇડ 1—2 ફૂલ, ફળ ’’
3. ચેમોમીલે રેક્યુટીટા એલ. એપિજેનિન-7-0-ગ્લુકો-સાઇડ, વસીમેરિટ્રિન, અગ્લાયકોન 0.5—3 ફૂલ ’’
4. એકેસીઆ જર્મેનિકા વર્સેટિન, ગ્લાયકોસાઇડ, રૂટિન, હાયપેરૉક્સાઇડ, કેમ્ફેરોલ ફૂલ ’’
5. બીટ્યુલા પેન્ડુલા રૂથ વર્સેટિન, આઇસો- વર્સટીટ્રીન, રૂટિન, 1.5—3 પર્ણો ’’
6. કાસ્ટાનિયા, સાટીવા મીલ વર્સેટિન ગ્લાયકોસાઇડ, રૂટિન, કેમ્ફેરોલ, ટેનિન > 1 પર્ણો ’’
7. સાઇટ્રસ ઓરેન્ટિયમ એલ. ફ્લેવેનોન ગ્લાયકોસાઇડ પેશીઓ ’’

ગોસ્સીપેટીન (8-હાઇડ્રોક્સિ-ક્વર્સેટીન = ગોસ્સીપેટીન)

ક્વાર્સેટાજેટીન (6-હાઇડ્રોક્સિ-ક્વસેર્ર્ટીન = ક્વર્સેટાજેટીન)

પેન્ટોલેટીન (ક્વર્સેટાજેટિન-6-મિથાઇલ ઇથર)

અગ્લાયકોન          ગ્લાયકોસાઇડ

એપિજેનિન         વાઇટેજિન (vitexin) (A-8-C-ગ્લુકોસાઇડ)

R = H               આઇસોવાઇટેજિન (A-6-C-ગ્લુકોસાઇડ)

લ્યુયિટિઓલિન      ગેલ્યુટિયોલિન (L-5-O-ગ્લુકોસાઇડ)

R = OH ઓરીએન્ટિન (L-8-C-ગ્લુકોસાઇડ)

                        આઇસોઓરીએન્ટિન (L-6-C-ગ્લુકોસાઇડ)

સારણી 4અ. : પ્રચલિત ગ્લાયકોસાઇડ

ક્વર્સેટિન

કેઇમ્પેફરોલ

મીરિસિટીન

Q-3-0-ગ્લુકોસાઇડ (આઇસોક્વર્સેટ્રિન) K-3-0 ગેલેક્ટોસાઇડ (ટ્રાયફોલીન) M-3-0-ગ્લુકોસાઇડ

M-3-0-ગેલેક્ટોસાઇડ

Q-3-0-રહેમ્નોસાઇડ (ક્વર્સેટ્રિન) K-3-0-ગ્લુકોસાઇડ (એસ્ટ્રાગેલીન) M-3-0 રહેમ્નોસાઇડ (મીરિસિટ્રીન)
Q-3-0-એરાબિનો- ફ્યુરેનોસાઇડ

(એવિકુલેરિન)

K-3-0-રહેમ્નોસાઇડ (અક્ઝેલીન) આઇસોરહેમ્નેટીન
Q-3-0-ગેલેક્ટોસાઇડ (હાઇપ્રોસાઇડ) K-3-0 એરાબિનોફ્યુરેનો- સાઇડ (જુગ્લાનીન) I-3-0 ગેલેક્ટોસાઇડ (કેક્ટીસીન)
Q-3-0-ગ્લુકુરોનાઇડ (મિક્વેલિએનીન) K-3-0 ડાયગ્લુકોસાઇડ I-3-0 ગ્લુકોસાઇડ
Q-3-0-રુટિનોસાઇડ (રૂટિન) K-7-0-સાઇડ I-3-0- ગેલેક્ટોસીલ- રૂટિનોસાઇડ
Q-1’-0-ગ્લુકોસાઇડ (સ્પિરેકોસાઇડ) K-7-0-ડાયગ્લુકોસાઇડ (ઇકવેસેટ્રિન) I-3-0 રુટિનોસાઈડ (નાર્સિસ્સીન)
Q-7-0-ગ્લુકોસાઇડ (ક્વર્સિમેરિટ્રિન) K-3-0-ડાયરહ્ેમ્નોસાઇડ (લેસ્પેડીન)

K-3-0- રૂટિનોસાઇડ (નિકોટીલોરિન)

K-3·0-P-કૂમેરોઇલ- ગ્લુકોસાઇડ

I-3-0 રૂટિનો રહ્ેમ્નોસાઇડ

5. કાર્ડિયાક ગ્લાયકોસાઇડ ઔષધો : સને 1785 પહેલાંથી ડિજિટાલિસ પર્પ્યુરાનો હૃદય માટેનો ઉપયોગ વનસ્પતિશાસ્ત્રીઓ તથા વૈદ્યો જાણતા હતા. આ જ પ્રમાણે વનસ્પતિમાંથી મળતા અન્ય ગ્લાયકોસાઇડ પદાર્થો હૃદયની ખામી માટે ઉપયોગી નીવડતા હતા. આ બધા ડિજિટાલિસ ગ્લાયકોસાઇડ અથવા કાર્ડિયાક ગ્લાયકોસાઇડ તરીકે જાણીતા હતા.

આવાં કેટલાંક પ્રાકૃતિક રીતે મળી આંવતાં ઔષધો જે હૃદય માટે સારાં ગણાતાં અને વપરાશમાં હતાં તેમાં ડિજિટાલિસ તથા ડિજિટોક્સિન (ડિજિટાલિસ પર્પ્યુરા એલ. નામની વનસ્પતિમાંથી), સ્ટ્રોફેન્થસ તથા સ્ટ્રેફેન્થીન (સ્ટ્રોફેન્થસ કોમ્બી નામક વનસ્પતિમાંથી) ઉઆબેન (સ્ટ્રોફેન્થસ ગ્રેટસમાંથી મળતું) સ્ક્વિલ (ઉર્જિનિયા મારીટીમા વનસ્પતિમાંથી)નો સમાવેશ થાય છે (સારણી 5).

સારણી 5 : મુખ્ય કાર્ડિયાક ગ્લાયકોસાઇડ ઔષધો

ક્રમ

વાનસ્પતિક નામ પ્રાપ્ત થતા ગ્યાકોસાઇડ પદાર્થો કુલ (%) વપરાતા ભાગ મુખ્ય ક્રિયાશીલતા
1 2 3 4 5 6
1. ડિજિટાલિસ લેનાટા ફોલિયમ લેનેટોસાઇડ એ તથા સી, ડી, ડિગોક્સીન ડિજિટૉક્સિન 0.1 –1.5 પર્ણો હૃદય પર અક્સીર
2. ઓલીએન્ડ્રી ફોલિયમ અથવા નેરિ-

યમ ઓલી-એન્ડર એલ.

ઓલિએન્ડ્રીજેનિન, ઓલીએન્ડ્રોસાઇડ, નેરિગોસાઇડ, ડિજિટોક્સિજેનિન, રૂટિન 1 –2 પર્ણો હૃદય પર અક્સીર
3. સ્ટ્રોફેન્થસ ગ્રેટસ સ્ટ્રોફેન્થીન, સ્ટ્રોગોસાઇડ, સરમેન્ટોસાઇડ 4 –8 બીજ હૃદય પર અક્સીર
4. ક્લેઇરી-એન્સસ ચેઇરી એલ. એઇરોટૉક્સિન ડિસ્ગ્લુકોચેઇરો ટૉક્સિન 0.01 –0.015 ફૂલ હૃદય પર અક્સીર
5. એડોનીસ વર્નાલીસ એલ. સ્ટ્રોફેન્થીડીન ગ્લાયકોસાઇડ, સિસારીન, એડોનિટૉક્સિન 0.25 –0.8 છોડ/ ચૂર્ણ હૃદય પર અક્સીર
6. હેલિબોરસ નાઇજર આઈ. બ્યુફાડીનોલાઇડ, હેલિ-બેરીન ગ્લાયકોસાઇડ 0.5 મૂળ હૃદય પર  અક્સીર
7. અર્જીનિયા મારીટીમા એલ. બ્યુફાડીનોલાઇડ, પ્રોસીલારીડીન, સિલિફાથ્સોસાઇડ, સિલિગ્લુકોસાઇડ 0.1 –2
8. ડિજિટાલિસ પર્પ્યુરા ડિજિટાલિસ, ડિજિટૉક્સિન, ગાઇરૉક્સિન 0.15 –0.4 પર્ણો હૃદય પર અક્સીર

હૃદય પર અક્સીર એવાં આ ઔષધોનો આ ગુણ તેમાં રહેલ ગ્લાયકોસાઇડની માત્રાને આભારી છે. પ્રત્યેક ગ્લાયકોસાઇડ એ અમુક ચોક્કસ શર્કરા, અણુ તથા અગ્લાયકોન(જેનિન)નું બનેલું છે. તેના પર જળવિભાજનની પ્રક્રિયા કરવાથી ગ્લાયકોસાઇડ તૂટે છે.

કાર્ડિયાક ગ્લાયકોસાઇડ ઔષધો : રાસાયણિક રચના :

                                        R1               R2              R3

ડિજિક્સિજેનિન                    H                H                H

જિટૉક્સિજેનિન                   H                OH             H

ડિજોક્સિજેનિન                    H                H                OH

(ડિજિનાટિજેનિન)

સિલ્લેરેનીન                    CH3                       H

પ્રોસિલ્લેરિડીન-A             CH3                       રહેમ

સિલ્લીફેકોસાઇડ               H                          રહેમ

સિલ્લેરેન-A                   CH3                       ગ્લુક-રહેમ

ગ્લુકોસિલ્લેરેન-A             CH3                       ગ્લુક-ગ્લુક-રહેમ

સ્ટ્રોફેનથિડીન

              અગ્લાયકોન                 R1                     R2                   R3

(1)          સ્ટ્રોફેનિથિડીન              CHO                 OH                  H

(2)         સ્ટ્રોફેનથિડોલ               CH2OH             OH                  H

(3)         પેરિપ્લોજેનિન              CH3                  OH                  H

(4)         સારમેન્ટોજેનિન            CH3                  H                    OH

6. સૅપોનિન પ્રકારનાં ઔષધો : વનસ્પતિમાંથી મળતા બે પ્રકારનાં ગ્લુકોસાઇડને સૅપોનિન તરીકે ઓળખવામાં આવે છે : (1) જેમને પાણીની સાથે હલાવતાં કલિલ દ્રાવણ બને અને સાબુ જેવું ફીણ આપે, અને (2) ખૂબ જ ઊંચી માત્રામાં મંદ કરેલ હોય તોપણ લોહીમાં લાલ કણોનું રુધિરલયન (hemoysis) કરે છે. આ બે જૂથ ટ્રાઇટર્પીનોઇડ તથા સ્ટીરૉઇડ સૅપોનિન કહેવાય છે.

મોટેભાગે આ પ્રકારમાં બહુચર્ચિત ગિન્સેન્ગનો સમાવેશ થાય છે. જે પાનેક્સ ગિન્સેન્ગ એ નામક વનસ્પતિમાં મૂળમાંથી મળે છે. બીજી  લિકોરીસ(ગ્લિસરાઇઝ ગ્લાબા એલ.)નાં મૂળિયાંના ચૂર્ણમાંથી મળે છે. આ સિવાય સૅપોનારિયા ઑક્સિીનાલીસ એલ.ના મૂળમાંથી સારસાપરિલા એરિસ્ટોલોચીફોલિયા ચીલમાંથી મળતાં વેરાક્રુઝ જેવા ઔષધો વગેરેનો સમાવેશ થાય છે.

આ બધા પદાર્થો કાં તો વનસ્પતિનાં સૂકવેલાં મૂળનાં સીધાં ચૂર્ણ તરીકે વપરાય છે અથવા તો તેમનો અર્ક ઔષધ તરીકે આપવામાં આવે છે. પ્રાપ્ત થતા ઘણા પદાર્થો સીધાં ઔષધ તરીકે નહિ પણ કોઈક ઔષધ પ્રાપ્ત કરવા માટે રસાયણ તરીકે વપરાય છે. જેના પર આગળ પ્રક્રિયા થઈ સ્ટીરૉઇડ પ્રકારનું ઔષધ મળે છે.

અમુક વનસ્પતિને બાદ કરતાં બીજાં બધાં જ એમોનીન ઔષધો મોનોડેસ્મોેસિડિક અથવા બાઇડેસ્મોસિડિક ટ્રાઇટર્પીન ગ્લાઇકોસાઇડ ધરાવે છે (સારણી 6).

સારણી 6 : મુખ્ય ઔષધો

ક્રમ

વાનસ્પતિક નામ પ્રાપ્ત થતા ઔષધીય પદાર્થો કુલ (%) વપરાતા ભાગ

મુખ્ય ક્રિયાશીલતા

1 2 3 4 5

6

1. એવિના સાટીવા એલ. સ્ટીરૉઇડ સૅપોમિન્સ : એવેનાકોસાઇડ્સ એ તથા બી એવેનારિન ગર
2. પાનેક્સ ગિન્સેન્ગ એ ગિન્સેનોસાઇડ્સ 2–3 મૂળ મેલેરિયામાં, ટોનિક
3. એસ્કયૂલસ હિપોકાસ્ટેનમ એલ. એઇસીન્સ, ક્રિપ્ટો-એસેઇન્સ, એસિનોલ્સ 3–6 બીજ
4. ગ્લિસરાઇઝ્ડ ગ્લાબ્રા એલ. ગ્લિસરીઝીન, લિક્વિરિટીન, આઇલોફ્લેવોન 8–12 મૂળ કફ, મુખપાક
5. પ્રિમ્યુલા ઇલેશર એલ. પ્રિમ્યુલા ઍસિડ્સ, પ્રિવરોજેનિન, પ્રિમ્યુલા- વરિન, પ્રિમ્બેરિન 5–10 મૂળ
6. જિપ્સોફીલા પેનિક્યૂલાટા એલ. જિપ્સોસાઇડ એ. 15–20 મૂળ
7. સારસાપરલા સારસા સારસાપરિલોસાઇડ, સ્પિરોસ્ટેનોલ સોડિયમ, 1.8–3
8. પોલીગાલા સેનેગા એલ. સ્મિલાજેનિન ટ્રાઇટર્પીન એસ્ટર સૅપોનિન્સ, (સિનેજીન્સ) 6–10 મૂળ

ઉપર દર્શાવેલ ઔષધોની રાસાયણિક રચના પણ સ્ટીરૉઇડને મળતી આવે છે.

સૅપોનિન ઔષધો : રાસાયણિક રચના :

રસ્કોજેનિન (Ruscogenin)

 

નિઓરસ્કોજેનિન (Neoruscogenin) R = H

રુસ્કિન (Ruscin) R = Oβ·D Gluc–(1→3)–O–α–L–Rha–

   (1→2)–O–α–L–Ara(1α)

સ્મિલાજેનિન (Smilagenin) (5β, 25α)

સારસાપોજેનિન (Sarsapogenin) (5β, 25β)

લિક્વિરિટાઇરેડિક્સ (Liquiritiae radix)

એવેની સેટિવી હર્બ/ફ્રુક્ટસ

નુઆટિજેનિન (Nuatigen) R = H

ઍવેનાકોસાઇડ AR = -O-β-D-ગ્લુક-(4←1)રર્હેમ (2←1) ગ્લુક

ઍવેનાકોસાઇડ BR = O-β-D-ગ્લુક-(4←1)રર્હેમ

                                                (2←1) ગ્લુક (3←1) ગ્લુક

ગિન્સેન્ગ રૅડિક્સ (Gensing radix)

A R1 R2
20.5-પ્રોટોપેનાક્ઝા- H H
ડાયોલ
ગિન્સેનોસાઇડ Rb1 β-D-ગ્લુક(1→2)β-D-ગ્લુક β-D-ગ્લુક(1→6)β-D-ગ્લુક
ગિન્સેનોસાઇડ Rb2 β-D-ગ્લુક(1→2)β-D-ગ્લુક α-1-એરાપ(1→6)β-D-ગ્લુક
ગિન્સેનોસાઇડ Rc β-D-ગ્લુક(1→2)β-D-ગ્લુક β-1-એરાપ(1→6)β-D-ગ્લુક
ગિન્સેનોસાઇડ Rd β-D-ગ્લુક(1→2)β-D-ગ્લુક β-D-ગ્લુક

B R1 R2
205 પ્રોટોપેનાક્ઝા- H H
      ટ્રાયોલ
ગિન્સેનોસાઇડ Re α-L-ર્હેમ(1→2)β-D-ગ્લુક β-D-ગ્લુક
ગિન્સેનોસાઇડ Rf β-D-ગ્લુક(1→2)β-D-ગ્લુક H
ગિન્સેનોસાઇડ g1 β-D-ગ્લુક β-D-ગ્લુક
ગિન્સેનોસાઇડ g2 α-L-ર્હેમ(1→2)β-D-ગ્લુક H
ગિન્સેનોસાઇડ Rb1 β-D-ગ્લુક H

 

પ્રેસીનેજીન (Presenegin)

જીપ્સોજેનિન (Gypsogenin)

7. એન્થ્રેસીન પ્રકારનાં ઔષધો : એન્થ્રેસીન એ પીળો અને ભૂરાની ઝાંય આપતો ત્રિવલયી કાર્બનિક પદાર્થ છે, જેની રચના નીચે મુજબ છે.

પ્રકૃતિમાંથી મળતાં ઉપરોક્ત રચના ધરાવતાં ઔષધો એન્થ્રેસીન પ્રકારનાં ઔષધો ગણાય છે. કુમારપાઠું તરીકે જાણીતી વનસ્પતિ ઍલો-(Aloe)ની વિવિધ જાતો જેવી કે ઍલો કેપેન્સીસ, ઍલો આરબાડેન્સીસ તથા ઍલો વેરા, ઍલો પેરાઇ વગેરેનાં પર્ણોના ગરમાંથી મળતા સૂકા ચૂર્ણમાં ઍલોઇન ‘એ’ તથા ‘બી’, ‘ઍલોઇનોસાઇડ ‘એ’ તથા ‘બી’ વગેરે ઔષધો મળે છે.

આ સિવાય કૅસિયા એક્યૂટીફોલિયા ડીલાઇલ તથા કૅસિયા એન્ગ્યુસ્ટીફોલિયા વાહલ જેમાંથી અનુક્રમે એલેક્ઝાન્ડ્રિયન સેના તથા તિનેવેલી અથવા ઇન્ડિયન સેના જેવાં ઔષધો મળે છે. તે આ વનસ્પતિનાં પર્ણો તથા ફળો ઝાડા બંધ કરવામાં વપરાય છે. આ ઔષધોમાં ડાઇએન્થ્રોન ગ્લાયકોસાઇડ જે મુખ્યત્વે સિનોસાઇડ્સ હોય છે તેનાં વ્યુત્પન્નો મળે છે.

8. ઉડ્ડયનશીલ અથવા બાષ્પશીલ તેલ પ્રકારનાં ઔષધો : બાષ્પશીલ તેલ એ સુગંધિત છોડ યા ઝાડના વિવિધ ભાગોમાંથી ભૌતિક પ્રક્રિયાઓ દ્વારા મેળવાતું સામાન્ય તાપમાને ઊડી જતું યા ઉડ્ડયનશીલ તેલ છે. આ વિવિધ તેલોનો ઔષધ તરીકે ખૂબ ઉપયોગ થાય છે. આ તેલોની ચામડી ઉપર કોઈ ખાસ વિપરીત અસર થતી નથી.

સારણી 7 : એન્થ્રેસીન પ્રકારનાં મુખ્ય ઔષધો
ક્રમ વાનસ્પતિક નામ મળતા મુખ્ય  ઔષધીય પદાર્થો કુલ  % વપરાતા ભાગ મુખ્ય ક્રિયાશીલતા
1. ઍલો બારબેડેન્સીસ ઍલોઇન એ તથા બી ઍલોઇસીન 28 પર્ણ
2. કાસ્કારા સેગ્રાડા બાર્ક કાસ્કારોસાઇડ્સ એ તથા બી 8 છાલ
3. ર્હેયમ ઓફિસીનેલ ફિઝીયોન ગ્લાયકોસાઇડ

ર્હેઇન

1–6 થડ
4. કૅસિયા સેના એલ. સિનોસાઇડ એ તથા

બી, સી, ડી

2–3.5 પર્ણો ઝાડામાં
5. કૅસિયા એન્ગ્યુુસ્ટી-

ફોલિયા વાહબ

સિનોસાઇડ એ થીડી 2.3–3.4 ફળ
6. હાઇપેરિકમ પરફોરેટમ

આઈ (સેંટ જોહનસ વર્ટ)

હાયપેરીસીન, રૂટિન, વર્લટિન 0.05–0.6 છોડ

એન્થ્રેસીન ઔષધો : રાસાયણિક રચના :

સારણી 7 : અગત્યનાં બાષ્પશીલ તેલો વિશે જરૂરી માહિતી
બાષ્પશીલ તેલ વાનસ્પતિક સ્રોત છોડના ભાગ % તેલ અગત્યનાં રસાયણ ઉપયોગ
1 2 3 4 5 6
કડવી

બદામનું તેલ

પ્રુનસ એમિ-

ઝેલસ

ફળનાં

મિંજ

0.5–0.7 બેન્ઝાલ્ડિહાઇડ ત્વચાના રોગ

માટે

બે (bay) પિમેન્ટા

રેસમોસા

પર્ણો 1.0–3.4 યુજીનોલ,

ચેવિકોલ

જંતુનાશક,

વાળના

પોષણમાં

બરગામોટ સાઇટ્રસ

ઓરેન્ટિથમ

એલ.

ફળ 0.5 લિનેલાઇલ

એસિટેટ

ઔષધમાં,

વાળના

પોષણમાં

સ્વીટ ખર્ચ લેપ્યુલા લેન્ટા

એલ.

છાલ 0.1–0.2 મિથાઇલ

સિસિસિલેટ

ઔષધમાં,

માઉથવૉશ,

બામ

કેજી પુટ મેલાબ્યૂકા

માઇનોર

પર્ણ,

ડાળી

1.0 સિનિયોલ કફ, દમ, દાંત,

કરમિયાનાં

ઔષધોમાં

કેમ્ફર (કપૂર) સિનેમોનમ

કેમ્ફોરા

થડ,

ડાળી

1.0–3.0 કેમ્ફર,

સેફરોલ

ઔષધ, બામ,

ઇન્હેલર

કાર્ડમોમ

(ઇલાયચી)

ઇલેટારિયા

કાર્ડમોમમ

બીજ 3.5–7.0 સિનિયોલ,

ટર્પીનિયોલ,

ટર્પીનાઇલ

રોસીટેટ

ઔષધમાં
સિડારવુડ

(દેવદાર)

સિડરસ

આટલાન્ટિકા

થડ 2.0–2.5 સિડરોલ,

સિડ્રીન, સિડ્રેનોલ

ઔષધમાં
સિનેમોન

(તજ)

સિનેમોનમ,

ઝીલેનિકમ

છાલ 0.2 સિનેમાલ્ડિહાઇડ

યુજીનોલ

ઔષધમાં,

માઉથવૉશ

સિટ્રેનોલા

(નીવા)

સિમ્બોપોગોન,

વિન્ટરીએનસ,

જોવિટ

ઘાસ 0.7 સિટ્રોનેલોલ,

જીરેનિયોલ,

ડી-સિટ્રોનેલોલ

ઔષધમાં
ક્લોવ (લવિંગ) યુજેનિયા,

કારીઓફિલસ

કળી 15–20 યુજીનોલ કફ, શરદીનાં

ઔષધો,

માઉથવૉશ

કોરીએન્ડર કોરીએન્ડ્રસ

સટાઇવમ એલ.

ફળ 0.4–1.1 ડી-લિનાલુલ ઔષધમાં
યુકેલિપ્ટસ યુકેલિપ્ટસ,

સીટ્રીઓડોસ

પર્ણો 2.0–3.0 યુકેલિપ્ટોલ યુકેલિપ્ટોલ

ઔષધ

બનાવવા માટે

ફેનેલ ફોએનિક્યુલર

વલ્ગારી

ફળ 1.0–6.0 એનિથોલ,

ફ્રેન્ચોન

એરોમાથેરાપી
જીરેનિયમ પેલાગાર્નિયમ,

ગ્રેવિઓલેન્સ

પર્ણ, 0.1–0.3 જીરેનિયોલ,

સિટ્રોનેલોલ

ઔષધમાં
જીન્જર (આદુ) જીન્જર

ઓક્સિનેલ

રોઝ

રાઇઝોમ 1.5–3.0 ઝિન્જીબેરીન આયુર્વેદિક

ઔષધ

જ્યુનિપર જ્યુનિપેરસ,

કોમ્યુનિસ

એલ.

ફળ 0.8–1.6 ટર્પીન્સ મૂત્રલ,

ઔષધો

લેવન્ડર લેવેન્ડ્યુલા,

ઓફિસિનાલીસ

ફૂલ 0.3–0.9 સિનેલાઇલ

એસિટેટ

ઉત્તેજક

ઔષધ

લેમન (લીંબુ) સાઇટ્રસ

સિમોનમ

ફળની

પેશી

0.35 લિમોનીન,

સિટ્રાલ

ઔષધ
નટમેગ

(જાયફળ)

મિરિસ્ટીકા

ફ્રેગ્રન્સ

કળી 6–16 સેબિનીન,

બીટા પાઇનીન્સ

ઔષધ
ઓરેન્જ

(નારંગી)

સાઇટ્રસ

ઓરેન્ટિયમ

ફળની

પેશી

0.3 લીમોનીન,

ઓક્ટેનાલ

ઔષધ
પિપરમિન્ટ મેન્થા પાઇ-

પેરીટા એલ.

છોડના

ભાગો

0.3–0.4 મેન્થોલ ઉત્તેજક

ઔષધો,

માઉથવૉશ

પાઈન

(નીડલ્સ)

પાઇનસ

ટ્યુમિસિઓ

ડાળી,

પર્ણ

0.3–0.4 બોર્નિઓલ,

બોર્નિલ

(એસિટેટ

(ટર્પીન્સ)

કફ, શરદી,

સંધિવાનાં

ઔષધોમાં

રોઝમેરી રોઝમેરિનસ

ઓફિસિ-

નાવિસ

પર્ણ,

ડાળી

0.4–0.7 સિરીઓલ,

કેન્ફર,

બોરનીઓલ

ઔષધ-

સહાયક

(Adjuvat)

થાઇલ થાયમસ

ઝિજીસ એલ.

વિવિધ

ભાગો

0.7 કારવેકરોલ

થાયમૉલ

જીવાણુનાશક

ઔષધો, દાંત-

ની સારવાર

યેલાન્ગ-

યેલાન્ગ

કેનેન્ગા

ઓડોરાટાહુક

ફૂલ 1 એસ્ટર્સ

આલ્કોહૉલ્સ

ઔષધમાં

9. કડવાં ઔષધો : આ ઔષધો સ્વાદે કડવાં હોય છે અને તેમાંનાં અમુક મુખ્ય ઔષધો છે જેન્શિઆના લ્યુદીયા એલનાં મૂળમાંથી મળતાં 2–4% સિકોઇરીડોઇડે ગ્લાયકોસાઇડ, યુફ્રેસીયા સ્ટ્રીક્યમાંથી મળતા યુક્રોસાઇડ વર્સેટિન, ઓક્યુબિન વગેરે. પ્લાન્રેગો લેન્સીઓલાયમાંથી કેટાપોલ, ઓક્યુબિન વગેરે ઑલિવનાં પર્ણોમાંથી ઇરીડોઇડ ગ્લાયકોસાઇડ, ઓલિયુરોપીન, ફ્લેવોનોઇડ્સ વગેરે આર્ટેમીસીયા એમ્સિન્થિયમનાં પર્ણોમાંથી સેસ્ક્વિટર્પીન લેક્ટોન્સ, એબ્સીન્થીન વગેરે મળે છે.

સાઇટ્રસ ઓરેન્ટિયમ એલ.માંથી ફલેવેનોમ ગ્લાયકોસાઇડ મળે છે.

ઉપરનાં ઔષધો વપરાતાં ઓછાં થઈ ગયાં હતાં પણ હવે ધીમે ધીમે તેનો વપરાશ જોર પકડતો જાય છે. ઔષધક્ષેત્રે તે ઉપયોગી તો છે જ, પણ સાથે સાથે ખૂબ જ જટિલ અણુરચનાવાળાં સ્ટીરૉઇડ ઔષધો બનાવવા માટે પણ તેનો ઉપયોગ વધતો જાય છે.

યોગેન્દ્ર કૃ. જાની