પ્રતિઘાત (reactance) : પ્રત્યાવર્તી ધારા(alternating current A.C.)ના માર્ગમાં સંગ્રાહક(capacitor)ને કારણે થતો અસરકારક વિરોધ. પ્રત્યાવર્તી વિદ્યુતચાલક બળ ε = εo sin ωt અને માત્ર સંધારકના વિદ્યુત-પરિપથ માટે પ્રતિઘાત સૂત્ર વડે મળે છે. જ્યાં Eo મહત્તમ વિદ્યુતચાલક બળ; ω કોણીય આવૃત્તિ, f આવૃત્તિ અને C સંધારિતા છે. લગાડવામાં આવતા વિદ્યુતચાલક બળની આવૃત્તિ વધે છે તેમ પ્રતિઘાત ઘટે છે. સંધારિતા C ફેરાડ અને આવૃત્તિ f પરિભ્રમણ/સેકન્ડમાં હોય, ત્યારે પ્રતિઘાત XCને ઓહ્મમાં વ્યક્ત કરવામાં આવે છે.
અહીં વિદ્યુતપ્રવાહ વિદ્યુતચાલક બળ કરતાં કલા(phase)માં જેટલો આગળ હોય છે. વિદ્યુત-પરિપથમાં સંધારક સાથે અવરોધ Rને શ્રેણીમાં જોડવામાં આવે તો પરિપથનો પ્રતિબાધા (impedance) Z આ સાથેના સૂત્રથી મળે છે. અહીં વિદ્યુતપ્રવાહ વિદ્યુતચાલક બળથી Ø કોણે આગળ હોય છે. જ્યાં Ø = tan–1 XC/R
વિદ્યુત પરિપથમાં સંધારક સાથે પ્રેરકત્વ (inductance) L શ્રેણીમાં જોડવાથી કોઈ પણ ક્ષણે વિદ્યુતપ્રવાહ લાગુ પાડેલા વિદ્યુતચાલક બળ સાથે π/2 જેટલો કલા તફાવત ધરાવે છે. પરિપથની કુદરતી આવૃત્તિ વડે મળે છે. લાગુ પાડેલ વિદ્યુતચાલક બળની આવૃત્તિ અને પરિપથની કુદરતી આવૃત્તિ સમાન થાય છે ત્યારે અનુનાદ- (resonance)ની ઘટના ઉદભવે છે. વિદ્યુત-પરિપથમાં વિદ્યુતચાલક બળ E = Eo sin ωt સાથે પ્રેરકત્વ L, સંધારક C અને અવરોધ R શ્રેણીમાં જોડવામાં આવે તો A.C. પરિપથની પ્રતિબાધા સૂત્ર વડે મળે છે. વિદ્યુતપ્રવાહ વિદ્યુતચાલક બળથી Æ કોણે પાછળ રહે છે, જ્યાં
Φ = tan–1 XL– XC છે.
(i) XL > XC હોય તો, Ø ધન મળે છે અને વિદ્યુતપ્રવાહ લાગુ પાડેલ વિદ્યુતચાલક બળથી પાછળ રહે છે.
(ii) XL < XC હોય તો Ø ઋણ મળે છે અને વિદ્યુતપ્રવાહ વિદ્યુતચાલક બળથી આગળ રહે છે.
(iii) XL = XC હોય તો, Ø = O અને વિદ્યુતપ્રવાહ અને વિદ્યુતચાલક બળ (સમાન) કલામાં હોય છે.
અહીં પ્રતિબાધા Zમાં અવરોધ R; પ્રેરણ પ્રતિઘાત (inductive reactance) XL તથા સંધારણ પ્રતિઘાત (capacitive reactance) XCનો સમાવેશ થાય છે. (XL–XC)ને સંયુક્ત રીતે પ્રતિઘાત કહે છે.
આનંદ પ્ર. પટેલ