પોઆ (Poa) : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા પોએસી (તૃણાદિ) કુળની એક પ્રજાતિ. તેની આશરે 300 જેટલી જાતિઓ બંને ગોળાર્ધોના સમશીતોષ્ણ અને પહાડી પ્રદેશોમાં થાય છે. ભારતમાં તેની લગભગ 49 જાતિઓ નોંધાઈ છે. ગુજરાતમાં તેની કોઈ જાતિ થતી નથી.
ભારતમાં થતી કેટલીક જાણીતી જાતિઓ પૈકી P. annua, P. bulbosa, P. compressa, P. nemoralis-નો ચારા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. P. trivialis છાયામાં લૉન બનાવવામાં ઉપયોગી છે.
ciliata, P. viscosa વગેરેને Eragrostis પ્રજાતિમાં સમાવવામાં આવી છે.
દીનાઝ પરબિયા
મીનુ પરબિયા