પદ્મન : દક્ષિણ ભારતીય સ્થાપત્યમાં પ્રચલિત કમળાકાર ઘાટ. ખાસ કરીને દીવાલના નીચલા થરના ઘાટ કમળની પાંખડીઓના આકારમાં કંડારવામાં આવતા અને તેથી આ થરને પદ્મન કહેવામાં આવતો. કમળ અને તેના ફૂલના બીજકોશનું ભારતીય સ્થાપત્યમાં ઘણું મહત્ત્વ છે અને તેને સર્જન સાથે સાંકળવામાં આવે છે. આથી સ્તંભો, દીવાલના નીચલા થર અથવા પીઠના થરોને કમળની પાંખડીઓના આકારમાં કંડારવાની પ્રથા સ્થાપત્યમાં પ્રચલિત છે.
રવીન્દ્ર વસાવડા