પટ્ટ : બે થાંભલા વચ્ચેના દરવાજા કે બારી ઉપરના આધારને પટ્ટ કહેવાય છે. તે પથ્થરની એક જ પાટમાંથી ઘડાયેલ હોવાથી કદાચ આ નામે ઓળખાય છે. આવા પટ્ટ દ્વારા દરવાજાની બારી અથવા દીવાલમાંના બાકોરાની ઉપર ફરીથી ચણતર થઈ શકે છે. અંગ્રેજીમાં આને ‘લિંટલ’ અથવા ‘બીમ’ કહેવાય છે. ‘ઓતરંગ’ કે ‘પાટડો’ ‘પટ્ટ’ના સમાનાર્થી શબ્દો છે.

રવીન્દ્ર વસાવડા