નોસીઅન (નોસીલાઇટ) : સોડાલાઇટ સમૂહમાં ગણાતું ખનિજ. રાસા. બં. : Na8A16Si6O24SO4 સ્ફ. વ. : ક્યૂબિક. સ્ફ. સ્વરૂપ : સ્ફટિકો ડોડેકાહેડ્રલ મોટેભાગે જથ્થામય કે દળદાર, દાણાદાર. યુગ્મતા (111) ફલક પર. પારદર્શકથી પારભાસક. સંભેદ : (110) ફલક પર અસ્પષ્ટ. ચળકાટ : કાચમય. રંગ : રંગવિહીન, સફેદ, રાખોડી, ભૂરાશ-પડતો, કથ્થાઈ, લાલાશ-પડતો, કાળો. કઠિનતા : 51. વિ. ઘ. : 2.30 – 2.40. પ્રકા. અચ : N = 1.495. પ્રાપ્તિસ્થિતિ : ખાસ કરીને તો ફોનોલાઇટમાં મળે, પણ એના જેવા અગ્નિકૃત ખડકોમાં કે જ્વાળામુખી પ્રસ્ફોટજન્ય ગોળાઓમાં હોઈ શકે. પ્રાપ્તિસ્થાનો : યુ.એસ. (ડાકોટા), ઇંગ્લૅન્ડ (કોર્નવૉલ), જર્મની (હ્રાઇન), કેપવર્ડે ટાપુઓ, ઉત્તર ચીન.
ગિરીશભાઈ પંડ્યા