નૉરાઇટ : ગૅબ્બ્રોનો એક પ્રકાર. બેઝિક અગ્નિકૃત–અંત:કૃત પ્રકારનો ખડક, જેમાં લૅબ્રેડોરાઇટ (પ્લેજિયોક્લેઝ) ઉપરાંત ક્લાઇનોપાયરૉક્સીન કરતાં ઑર્થોપાયરૉક્સીનનું પ્રમાણ વિશેષ હોય. તેની કણરચના ગૅબ્બ્રોના જેવી જ મધ્યમથી સ્થૂળ દાણાદાર હોય છે. ઑલિવિન સહિતનો આ પ્રકાર ઑલિવિન-નૉરાઇટ કહેવાય છે. હાયપરસ્થીન ગૅબ્બ્રો તેનું ઉદાહરણ છે. (જુઓ : ગૅબ્બ્રો.)
ગિરીશભાઈ પંડ્યા