નિકોલાઇટ : અન્ય નામો નિકલાઇન, નિકોલાઇન. રાસા. બં. : NIS; સ્ફ. વર્ગ : હેક્ઝાગોનલ; સ્ફ. સ્વરૂપ : સ્ફટિકો વિરલ, નાના, પિરામિડલ, મોટે ભાગે જથ્થામય/દળદાર, વૃક્કાકાર, સ્તંભાકાર રચનાવાળા અથવા ખડકમાં વેરવિખેર કણસ્વરૂપે. યુગ્મતા (1011) ફલક પર. અપારદર્શક. સં. નથી હોતો; ભં. સ. ખરબચડી, બરડ; ચ. ધાત્વિક, રં. ઝાંખો તામ્રવર્ણી લાલ, ખુલ્લા રહેવાથી રાખોડી ઝાંય કે કાળી ઝાંય પકડે છે. ચૂ. રં. : ઝાંખો કથ્થાઈ-કાળો. ક. 5થી 5½; વિ.ઘ. 7.784; પ્રકા. અચ. ω = 2.11, ∈ = 1.80 (λ = 589 Mμ); પ્રકા. સંજ્ઞા. -−Ve, પ્રા. સ્થિ.: શિરા નિક્ષેપોમાં મળે, નોરાઇટમાં કે નોરાઇટમાંથી પ્રાપ્ત નિક્ષેપોમાં મળે; સામાન્ય રીતે ચાંદી, કોબાલ્ટ, અન્ય નિકલ ધાતુખનિજો સાથે અનુષંગી ખનિજ તરીકે.
પ્રા. સ્થા. : કૅનેડા નિકલ-નિક્ષેપો માટે જાણીતું છે. યુ.એસ., મેક્સિકો, જર્મની, ફ્રાન્સ, ઑસ્ટ્રિયા, ચેકોસ્લોવૅકિયા અને જાપાનમાંથી મળે છે. ભારતમાં અમુક પ્રમાણમાં તે ઓડિસામાંથી મળે છે.
ગિરીશભાઈ પંડ્યા