નારાયણ ચૂર્ણ

January, 1998

નારાયણ ચૂર્ણ : આયુર્વેદિક ઔષધિ. ચિત્રક, હરડે, બહેડાં, આમળાં, સૂંઠ, મરી, પીપર, જીરું, હપુષા, ઘોડાવજ, અજમો, પીપરીમૂળ, વરિયાળી, તલવણી, બોડી અજમોદ, કચૂરો, ધાણા, વાવડિંગ, કલોંજી જીરું, દારૂડી, પુષ્કરમૂળ, સાજીખાર, જવખાર, સિંધવ, સંચળ, બીડલવણ, મીઠું, વડાગરું મીઠું અને કઠ – એ ઓગણત્રીસ ઔષધો એક એક ભાગ, ઇંદ્રવારુણીનાં મૂળ બે ભાગ, નસોતર ત્રણ ભાગ, દંતીમૂળ ત્રણ ભાગ, સાતલા-થોરનું મૂળ ચાર ભાગ લઈ એ તમામ ઔષધોનું એકત્ર વસ્ત્રગાળ ચૂર્ણ તૈયાર કરાય છે. આ ચૂર્ણ લેવાથી વિરેચન થાય છે અને તેનાથી હૃદયરોગ, પાંડુ, ઉધરસ, શ્વાસ, ભગંદર, મંદાગ્નિ, તાવ, કોઢ, ગ્રહણી અને ગળાનું ઝલાઈ જવું એ રોગોમાં લાભ થાય છે.

મધુકાન્ત ભગવાનજી પંડ્યા