દીપચંદી : ઉત્તર હિંદુસ્તાની સંગીતનો એક તાલ. તે તબલાંનો તાલ છે. 14 માત્રાનો તાલ છે અને તેના ત્રણ અને ચાર માત્રાના ચાર વિભાગો છે. તાલના બોલ તથા માત્રાસમૂહની વહેંચણી નીચે પ્રમાણે હોય છે :

માત્રા     1     2   3   4       5       6       7       8       9       10      11      12      13      14

બોલ     ધા    ધીં  –   ધા      ધા      ધીં      –       ના      તીં      –       ધા      ધા      ધીં      –

વજન     x             2                                  0                        3

એક રીતે આ તાલ ગુજરાતનો ગણી શકાય. અનેક ગીતો, ભજનો અને ગરબીઓ દીપચંદીમાં બદ્ધ હોય છે. લોકગીતોમાં પણ આ તાલ પ્રચલિત છે. ઠૂમરી ગાનમાં તેનું વિશેષ મહત્વ છે.

14 માત્રાના અન્ય તાલ ઝુમરા, આડાચૌતાલ (તબલાં) અને ધમાર (પખવાજ) છે.

હ્રષિકેશ પાઠક