થૉમ્સોનાઇટ : ઝિયોલાઇટ વર્ગનું વિરલ ખનિજ. રાસા. બં. NaCa2Al5Si5O20 6H2O; સ્ફ. વર્ગ : ઑર્થોરૉમ્બિક; સ્ફ. સ્વરૂપ : સ્ફટિકો પ્રિઝમૅટિક, સોયાકાર, પતરી આકાર; ઊભાં રેખાંકનોવાળા, પરંતુ વિરલ, વિકેન્દ્રિત અથવા પર્ણાકાર સમૂહોમાં વધુ મળે; ઘનિષ્ઠ; યુગ્મતા (110) ફલક પર આધારિત; પારદર્શકથી પારભાસક; સંભેદ : પૂર્ણ (010), સ્પષ્ટ (100); ભં.સ. : આછી વલયાકારથી ખરબચડી; બરડ; ચળકાટ : કાચમયથી મૌક્તિક; કઠિનતા : 5 થી 5.5; વિ.ઘ. : 2.25થી 2.40; રંગ : રંગવિહીન, સફેદ, પીળાશ પડતો, ગુલાબી, ક્યારેક લીલાશ પડતો (લિન્ટોનાઇટ પ્રકાર); ચૂર્ણરંગ : રંગવિહીન; પ્રકા. અચ. : α = 1.497 થી 1.530; β = 1.513થી 1.533; γ = 1.518થી 1.544; પ્રકા. સંજ્ઞા : +ve, 2v= 42° થી 75°; પ્રાપ્તિસ્થિતિ : બેસાલ્ટ અને અન્ય સંબંધિત અગ્નિકૃત ખડકોમાં અન્ય અનુષંગી ઝિયોલાઇટ ખનિજો સહિત પોલાણોમાં મળે છે. શિસ્ટ અથવા સંપર્ક-ખડકોમાં પણ મળે. પ્રાપ્તિસ્થાનો : યુ.એસ., નૉવાસ્કોશિયા, ગ્રીનલૅન્ડ, આયર્લૅન્ડ, સ્કૉટલૅન્ડ, ઇટાલી, જર્મની, ચેકોસ્લોવૅકિયા, ભારત વગેરે.
પ્રકારો : લિન્ટોનાઇટ, ઓઝાર્કાઇટ, કેલિથોમ્સોનાઇટ, ફેરોએલાઇટ.
ગિરીશભાઈ પંડ્યા