તારાસારણી (star catalogue) : તારાઓની માહિતી આપતી સારણી. તારાઓની સંખ્યા ઘણી વધારે હોવાથી તેની સારણી, વર્ગીકરણ, નામકરણ વગેરે બનાવવામાં ઘણી મુશ્કેલી રહે છે. વળી કોઈ પણ એક જ પદ્ધતિમાં કે સારણીમાં બધા તારાઓને સમાવી શકાતા નથી. તારાસારણી મુખ્યત્વે તારાની તેજસ્વિતા પ્રમાણે અને વર્ણપટના આધારે તૈયાર કરવામાં આવે છે.
મુખ્ય તારાસારણી નીચે પ્રમાણે છે : (1) બ્રાઇટસ્ટાર બીએસ (BS) (9110 તારાઓ) તેજસ્વી તારાઓની સારણી. (2) બોન, કોર્ડોબા, કેપ ફોટોગ્રાફિક સ્થાનો BD, COD, CPD (20 લાખથી વધારે).
સીજી CG. (33,342) (Bosi catalogue of stars of known proper motion) એસ. એ ઓ (258,997).
સ્મિથસોનિયન ઍસ્ટ્રૉફિઝિક્લ ઓબ્ઝર્વેટરી એચ ડી (359,083) હેન્રી ડ્રેપર.
જી સી વી એસ (28,450) જનરલ કેટલૉગ ઑવ્ વેરિયેબલ સ્ટાર્સ
એલ ટી ટી (18,546) લ્યુટેન્સ તારાસારણી.
દીપક ભદ્રશંકર વૈદ્ય