તત્વો ક્રમાંક 111 અને 112

January, 2014

તત્વો ક્રમાંક 111 અને 112 : આવર્તક કોષ્ટકમાંની અનુઍક્ટિનાઇડ શ્રેણીનાં રાસાયણિક ધાતુતત્વો. 8થી 17 ડિસેમ્બર, 1994ના ગાળામાં GSI, ડર્મસ્ટેટ ખાતેના વૈજ્ઞાનિકોના સમૂહે શીત-સંગલન પદ્ધતિ વાપરીને તત્વ–111નું સંશ્લેષણ કરી તેનું લક્ષણચિત્રણ કર્યું હતું. પ્રક્રિયા આ પ્રમાણે છે :

209Bi(64Ni, n)272111.

તે વિકિરણધર્મી હોઈ α-ક્ષય પામે છે :

તત્વ–112 9 ફેબ્રુઆરી, 1996ની મધ્ય રાત્રિએ શોધાયું હતું. GSI ખાતે હોફમેન અને અન્ય 11 સંશોધકોએ સીસા(lead)ના લક્ષ્ય ઉપર ઉચ્ચ ઊર્જાવાળાં જસત (ઝિંક) આયનોનો 15 દિવસ સુધી મારો ચલાવી આ તત્વ મેળવ્યું હતું. પ્રક્રિયા નીચે પ્રમાણે દર્શાવી શકાય :

208Pb(70Zn, n)277112

તત્વ નીચે પ્રમાણે α-ક્ષય પામે છે :

તત્વ 277112 દ્વારા રાસાયણિક તત્વોની 6d સંક્રમણ (transition) શ્રેણી પૂર્ણ થાય છે.

જ. દા. તલાટી