ડાયૉપ્સાઇડ (Diopside) : ડાયૉપ્સાઇડ, મોનોક્લિનિક વર્ગનું ખનિજ છે. તેનું રાસાયણિક બંધારણ અથવા તેની કેમિકલ ઓળખ MgCaSi2O6 છે. ડાયૉપ્સાઇડ, જળકૃત ખડક (જેમાં સિલિકાનું પ્રમાણ જોવા મળે છે) છે. કેટલાક બેઝિક અને અલ્ટ્રાબેઝિક ખડકોમાં મળે છે. ક્યારેક ઉલ્કાઓના બંધારણમાં પણ મળી આવે છે.

ડાયૉપ્સાઇડની અન્ય ઓળખ ઝવેરાતના રત્ન (Gem) તરીકેની પણ છે. આ પ્રકારનો (Gem-stone) બે રંગોમાં પ્રસ્તુત છે. એક ડાયૉપ્સાઇડ એટલે કે કાળા રંગમાં અને અન્ય ક્રોમ ડાયૉક્સાઇડ જેમાં ક્રોમિયમનું તત્ત્વ હોય છે, જેનાથી ઘેરો લીલો રંગ આ રત્નને મળે છે.

ડાયૉપ્સાઇડ આધારિત સિરામિક (Ceramic) અને ગ્લાસ સિરામિકનો ઉપયોગ તકનીકી ક્ષેત્રે કરવામાં આવે છે.

ડાયૉક્સાઇડનું પ્રાપ્તિસ્થાન અમેરિકા, કૅનેડા, ઇટાલી, રશિયા, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, શ્રીલંકા અને ભારત છે.

પ્રકાશ ભગવતી