જેડ અને જેડાઇટ : આભૂષણ અને ઝવેરાતમાં વપરાતા – આલંકારિક બે પ્રકારના ખડકો(rocks)ને ‘જેડ’ નામથી ઓળખવામાં આવે છે, જેડની ઓળખ અલગ સિલિકેટ ખનિજ તત્ત્વ પ્રમાણે કરવામાં આવે છે. (1) નેફ્રાઇટ તત્ત્વ સાથેનું ખનિજ ‘જેડ’ તરીકે ઓળખાય છે, (2) જ્યારે પાયરોક્ષિન ગ્રૂપના ખનિજોની ઓળખ સોડિયમ અને ઍલ્યુમિનિયમ સિલિકેટનું રાસાયણિક બંધારણ ધરાવતા કુદરતી ખડક ‘જેડાઇટ’ દ્વારા થાય છે. ‘જેડ’ આમ આ બંને અલંકારિક ખડકોનું સર્વસામાન્ય નામ છે.
‘જેડ’ (નેફ્રાઇટ પ્રકાર) મોટા ભાગે લીલા રંગમાં જોવા મળે છે. તે પીળા, સફેદ, કાળા રંગમાં પણ ઉપલબ્ધ છે.
‘જેડાઇટ’ જુદા લીલા રંગમાં – (ઘેરાથી આછો), પીળો, નારંગી અને કથ્થાઈ રંગમાં ઉપલબ્ધ છે.
‘જેડ’નો ઉપયોગ પૂર્વ એશિયા, દક્ષિણ એશિયા, લેટિન અમેરિકા, મેક્સિકો, ગ્વાટેમાલામાં ઘરેણાં (આભૂષણો) બનાવવામાં થાય છે. Type ‘A’ દ્વારા નિર્મિત ‘જેડ-જેડાઇટ’ તેની શુદ્ધતા (purity) માટે પ્રખ્યાત છે અને સૌથી વધુ વેચાણકિંમત ધરાવે છે.
ઈ. સ. પૂર્વે 3400ના સમયથી ચીનની યાંગસે નદીના ત્રિકોણાકાર પ્રદેશમાં આવેલી ખાણમાંથી ‘જેડ-જેડાઇટ’ ખોદી કાઢવામાં આવતો હતો. ચીનમાં આથી તેનું મહત્ત્વનું સોના/ચાંદીના દાગીના જેટલું જ છે. ચીનના રાજવી કુટુંબનાં આભૂષણોમાં ‘જે-જેડાઇટ’નો મહત્તમ ઉપયોગ થતો. હાલમાં પણ ‘જેડ-જેડાઇટ’નો ઉપયોગ ભવ્ય રહેઠાણોના ફર્નિચર તથા વાપરવામાં આવે છે.
પ્રકાશ ભગવતી