જીઅ-ઝરોકો (1975) : ‘કોમલ’ તખલ્લુસધારી લક્ષ્મણ ભાટિયા (જ. 1936)નો કેન્દ્રીય સાહિત્ય અકાદમી દ્વારા 1976માં પારિતોષિક પ્રાપ્ત થયેલ સિંધી કાવ્યસંગ્રહ. તેમાં પ્રણયભાવોને આધુનિક શૈલીમાં નિરૂપવાની સાથે જીવનનાં મૂલ્યોને નવી ર્દષ્ટિથી સમજવાનો અને મૂલવવાનો પ્રયાસ થયો છે. પરંપરાનો વિરોધ કરીને કવિએ નવયુગના પ્રકાશની ઝંખના કરી છે. કવિતા ઉપરાંત તેમણે સિંધીમાં નૃત્ય-નાટિકાઓની રચનાઓ કરી છે તથા તેમાં પાત્ર પણ ભજવ્યાં છે. 1974માં તેમણે માયકૉવ્સ્કીની રશિયન કવિતાઓ સિંધીમાં અનૂદિત કરી હતી જેના કારણે તેમને ‘સોવિયેટ લૅન્ડ નેહરુ પુરસ્કાર’ એનાયત કરાયેલ હતો.
જયંત રેલવાણી