જળરોધી ખડક (aquifuge) : છિદ્રો કે આંતરકણજગાઓ અન્યોન્ય જોડાયેલાં ન હોવાને લીધે ઉદભવતો એવો ખડકસ્તર જે જળને શોષે નહિ તેમજ તેને પસાર પણ ન થવા દે. આ એવી અભેદ્ય ભૂસ્તરીય રચના છે જે જળધારક પણ નથી અને જળને પસાર કરવાની ક્ષમતા પણ ધરાવતી નથી. અતિ ઘનિષ્ઠ ગ્રૅનાઇટને આ કક્ષામાં મૂકી શકાય.
ગિરીશભાઈ પંડ્યા