ચેબાઝાઇટ : સિલિકેટ ખનિજો પૈકી ઝિયોલાઇટ વર્ગનું ખનિજ. રાસા. બં. : CaAl2Si4O12•6H2O; ક્યારેક Ca ઓછાવત્તા પ્રમાણમાં Naથી વિસ્થાપિત થાય છે. K પણ નજીવા પ્રમાણમાં આવી શકે. સ્ફ. વ. હેક્ઝાગોનલ. કૅલ્સાઇટ જેવા સાદા રૉમ્બોહેડ્રલ; સ્ફ. સ્વ. : સ્ફટિકો યુગ્મસ્ફટિકો પણ મળે. યુગ્મતા (0001); સં. : સ્પષ્ટ ; ભં. સ. : ખરબચડી, બરડ; ચ. : કાચમય; રં. : મોટે ભાગે સફેદ; તેમ છતાં પીળો, ગુલાબી, લાલાશ પડતો સફેદ કે લાલ; પારદર્શકથી પારભાસક; ચૂ. રં. : રંગવિહીન; ક. : 4થી 5; વિ. ઘ. : 2.05થી 2.16; પ્ર. અચ. : ωε} = 1.470થી 1.494; પ્ર. સં. : -ve.
પ્રા. સ્થિ. : બેસાલ્ટ, એન્ડેસાઇટ કે તેના જેવા અગ્નિકૃત ખડકોમાં ઝિયોલાઇટ, કૅલ્સાઇટ કે ક્વાર્ટ્ઝ સહિત જોવા મળે છે. ક્યારેક શિષ્ટ અને સ્ફટિકમય ચૂનાખડકોની ફાટોમાં પણ મળી રહે છે. અમુક ગરમ પાણીના ઝરાના નિક્ષેપ તરીકે પણ મળે છે; પ્રાપ્તિસ્થાનો : યુ.એસ., હવાઈ, ગ્રીનલૅન્ડ, આયર્લૅન્ડ, સ્કૉટલૅન્ડ, ઇટલી, સિસિલી, જર્મની, હંગરી, ચેકોસ્લોવૅકિયા, રશિયા, ભારત (દખ્ખણનો લાવાનો ઉચ્ચ પ્રદેશ) અને ઑસ્ટ્રેલિયામાંથી મળે છે.
ગિરીશભાઈ પંડ્યા