ચેન્સેલ : દેવળના સ્થાપત્યમાં વેદી(altar)ની પૂર્વ બાજુએ કરાતી રચના. લૅટિન ભાષાના cancellus શબ્દ પરથી આવેલ અંગ્રેજી શબ્દ. તેમાં ખાસ કરીને પ્રતિષ્ઠિત વ્યક્તિઓને પ્રાર્થના દરમિયાન બેસવા માટે અલગ વ્યવસ્થા રખાયેલ હોય છે. પાદરીઓ તથા ગાયકવૃંદ માટે અનામત રખાતી જગ્યા માટે પણ તે વપરાય છે. આ વિભાગને ઘણી વાર દેવળના મુખ્ય ભાગથી પડદી કે પગથિયાં વડે અલગ પાડવામાં આવે છે.

રવીન્દ્ર વસાવડા