ચાબુક અંગારિયો (આંજિયો) : Ustilago scitamina નામની ફૂગથી થતો શેરડીનો રોગ. આ રોગ જંગલી શેરડીમાં વિશેષ આવે છે. તેનું નિયંત્રણ નીચે મુજબ થઈ શકે છે :
(1) રોગિષ્ઠ છોડ જણાય કે તરત જ ચાબુક ફાટી જાય તે પહેલાં તેનો ઉપાડીને નાશ કરવો; (2) રોગમુક્ત બિયારણની પસંદગી કરવી; (3) કટકાને પારાયુક્ત દવાની કે ગરમ પાણીની બીજ માવજત આપી વાવવાથી કટકા મારફતે આવતા રોગના ચેપનું નિવારણ થઈ શકે છે; (4) રોગનો ચેપ જમીન મારફતે પણ લાગે છે તેથી ઉનાળામાં 2થી 3 વાર હળની ઊંડી ખેડ કરવી; (5) પાકની ફેરબદલી કરવાથી રોગને અટકાવી શકાય છે; (6) રોગિષ્ઠ પાકમાં લામ પાક ન લેવો હિતાવહ છે; તથા (7) પ્રતિકારક જાતનું વાવેતર કરવું.
હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ