ચતુર્થરૂપતા (tetartohedrism) : એક જ સ્ફટિક વર્ગના પૂર્ણરૂપતા ધરાવતા ઉપવર્ગની સમતાનાં તત્વો માટે જરૂરી સંખ્યાનાં ફલકો પૈકી જ્યારે તેનાથી નિમ્ન કક્ષાની સમતામાં ચોથા ભાગની સંખ્યાનાં ફલકોવાળાં સ્વરૂપો મળે ત્યારે એવાં સ્વરૂપોને એકચતુર્થાંશ સ્વરૂપો કહેવાય છે અને આ પ્રકારની ઘટનાને ચતુર્થરૂપતા કહે છે. ઉદાહરણ તરીકે નીચેનાં સ્વરૂપો લઈ શકાય.
સ્ફટિક વર્ગ |
પૂર્ણ સ્વરૂપ |
એકચતુર્થાંશ સ્વરૂપ |
ક્યૂબિક |
હેક્સોક્ટાહીડ્રન
(48 ફલકો) |
ટેટ્રાહેડ્રલ ડોડેકાહીડ્રન
(12 ફલકો) |
ટેટ્રાગોનલ |
ડાઇટેટ્રાગોનલ પિરામિડ
(16 ફલકો) |
સ્ફીનૉઇડ (4 ફલકો) |
હેક્ઝાગોનલ | ડાઇહેક્સાગોનલ પિરામિડ
(24 ફલકો) |
ટ્રાઇગોનલ ટ્રેપેઝોહીડ્રન (6 ફલકો) |
ગિરીશભાઈ પંડ્યા