ચણકબાબ (કંકોલ) : આયુર્વેદિક ઔષધિ. હિં. सितल चीनी, कबाब चीनी; અં. ક્યૂબેબા પિપર, લૅ. Cubeba officinalis. તેનાં ફળ હલકાં, રુક્ષ, તીક્ષ્ણ, રુચિકર, દીપક, પાચક, હૃદ્ય, અનુલોમક, મૂત્રલ, વૃષ્ય, ઉષ્ણવીર્ય અને ગુણમાં મરી જેવાં છે. તે કફ તથા વાતદોષનાશક અને આર્તવ પેદા કરનાર છે તથા ઝેર, કૃમિ, આફરો, જડતા, તૃષા, રક્તપિત્ત, મુખજાડ્ય, આમદોષ તથા અંધત્વનો નાશ કરે છે. તે પૂયમેહ (gonorrhoea) તથા શ્વેતપ્રદરમાં લાભપ્રદ છે.
બળદેવપ્રસાદ પનારા