ઘા-બાજરિયું (પાન-બાજરિયું) : આયુર્વેદિક ઔષધિ. તેનું વૈજ્ઞાનિક નામ Typha angustifolia અને T. elephantina (સં. એરકા; હિં. પતર; મ. રામબાણ) છે. તે મધુર, કડવું, વાયડું, ઠંડું, શીતવીર્ય, બળપ્રદ તથા વીર્યપ્રદ છે. ઘા-બાજરિયું કફ, પિત્ત, ક્ષય, દાહ, રક્તપિત્ત, રક્તવિકારો, પથરીનાં દર્દ તથા જખમમાંથી થતા રક્તસ્રાવને તત્કાલ બંધ કરનાર અને જખમ રૂઝવનાર ઔષધિ છે. તેનાં મૂળ તાવનાશક, કામોદ્દીપક, સંકોચક અને મૂત્રલ છે.
બળદેવપ્રસાદ પનારા