ગ્લૉકોનાઇટ : અબરખ વર્ગનું ખનિજ. રા. બં. : મુખ્યત્વે હાઇડ્રસ સિલિકેટ ઑવ્ આયર્ન અને પોટૅશિયમ – છતાં તેમાં ઍલ્યુમિનિયમ, મૅગ્નેશિયમ અને કૅલ્શિયમ પણ હોય છે.

સંભવિત બંધારણ : K2(Mg2Fe)2Al6(Si4O10)3. સ્ફ. વ. : મૉનોક્લિનિક. સ્વ. : ચૂર્ણસ્વરૂપ દાણાદાર અથવા માટી સ્વરૂપ. રં. : ઑલિવ જેવો લીલો, પીળાશ પડતો રાખોડી કે કાળાશ પડતો લીલો. સં. : (001) પૂર્ણ. ચ. : ઝાંખો કે પ્રકાશિત અને અપારદર્શક. ભં. સ. : –. ચૂ. : –. ક. : 2.00; વિ.ઘ. : 2.2થી 2.4. પ્ર. અચ. : (ક) વક્રી = α = 1.592થી 1.610. (ખ) 2V = 0° • 20°. પ્ર. સં. –Ve β = 1. 614થી 1.641 γ = 1. 614થી 1.641. પ્રા. સ્થિ. : નાના કણ-સ્વરૂપે ચાક, માર્લ, ક્લૉરાઇટયુક્ત માર્લ તેમજ લીલી રેતીમાં મળી આવે છે. જુદા જુદા કાળના ખડકોમાં જોવા મળે છે. ઉત્પત્તિના સંજોગો હેઠળના અર્વાચીન દરિયાઈ નિક્ષેપો તરીકે મળે છે. ખાસ કરીને બાયૉટાઇટ જેવી લોહ-મૅગ્નેશિયમયુક્ત સિલિકેટની પરિવર્તન-પેદાશ તરીકે પણ ઉદભવે છે.

વ્રિજવિહારી દીનાનાથ દવે