ગ્રેવૅક : ઘેરા રંગવાળા રેતીખડક માટે વપરાતો પર્યાય. રેતીખડકોને તેમાં રહેલા સંશ્લેષણદ્રવ્યના પ્રમાણ મુજબ ‘ઍરેનાઇટ’ શુદ્ધ અને ‘વૅક’ અશુદ્ધ રેતીખડકો – એમ બે મુખ્ય વર્ગોમાં વહેંચેલા છે. જે રેતીખડકોમાં સંશ્લેષણદ્રવ્યનું પ્રમાણ ખડકના જથ્થાના 10 ટકા કરતાં વધુ હોય તે ‘વૅક’ તરીકે ઓળખાય છે. વિવિધ પ્રકારના ખડકો(બેઝિક અગ્નિકૃત ખડકો, સ્લેટ અને રેતીખડકો)વાળા વિસ્તારમાંથી એકઠા થયેલા શિલાચૂર્ણના જથ્થામાંથી ગ્રેવૅક બને છે.
વ્રિજવિહારી દીનાનાથ દવે