ગ્રેનેડા 2 (Granada 2) : નિકારાગુઆની નૈર્ઋત્યે આ જ નામ ધરાવતા જિલ્લાનું પાટનગર. ઈ. સ. 1523માં સ્થપાયેલ આ શહેર નિકારાગુઆમાં સૌથી જૂનું છે. અહીં સ્પૅનિશ સ્થાપત્યપદ્ધતિથી બંધાયેલાં પ્રાચીન મકાનો અને દેવળો છે. અહીંની વસ્તી 1.13 લાખ (2020) છે.

નિકારાગુઆના લા મર્સ્ડ ચર્ચ નજીકથી દેખાતું ગ્રેનેડાનું કેથીડ્રલ
શિવપ્રસાદ રાજગોર