ગ્રેટ સૅન્ડી રણ : ઑસ્ટ્રેલિયાના પશ્ચિમ ભાગમાં આવેલો રણપ્રદેશ. તે નામ પ્રમાણે ગુણ ધરાવે છે. સાગરકિનારાની નિકટતા તેમજ નજીકમાંથી વહેતી ફિટ્ઝરોય નદીને કારણે અહીં માનવવસ્તી અલ્પ માત્રામાં વસે છે. આ રણના પશ્ચિમ છેડે પિલબારા અને મારબલબારનાં સુવર્ણક્ષેત્રો આવેલાં છે. પોર્ટહેડલૅન્ડ આ વિશાળ રણમાં પ્રવેશવાનું દ્વાર છે. ગ્રેટ સૅન્ડી રણની પ્રતિકૂળ આબોહવા છતાં થોડી ખેતી, પશુપાલન અને ખાણ-ઉદ્યોગની પ્રવૃત્તિ વિકસી છે.
મહેશ મ. ત્રિવેદી