ગ્મેલિન લિયો પોલ્ડ (ગુહ-મેલિન)

February, 2011

ગ્મેલિન લિયો પોલ્ડ (ગુહ-મેલિન) (જ. 2 ઑગસ્ટ 1788, ગોટિંજન, જર્મની; અ. 13 એપ્રિલ 1853, હાઇડલબર્ગ, જર્મની) : જર્મન રસાયણશાસ્ત્રી. હાઇડલબર્ગના રસાયણ તથા ઔષધવિજ્ઞાન-(medicine)ના પ્રાધ્યાપક. તેમણે પોટૅશિયમ ફેરિસાઇનાઇડ નામનું

ગ્મેલિન લિયો પોલ્ડ (ગુહ-મેલિન)

અકાર્બનિક લવણ સૌપ્રથમ શોધ્યું હતું. આ ઉપરાંત ખનિજશાસ્ત્ર ઉપર પણ તેમણે લેખો લખ્યા છે. વળી તેમણે પાચનક્રિયા, પિત્તાશય, (gall bladder) તથા રક્ત ઉપર રાસાયણિક સંશોધનો કર્યાં છે. ફ્રેડરિક ટીમાન સાથે તેમણે પૅન્ક્રિયાટીન તેમજ ટૌરીન શોધ્યાં તેમજ લોહીમાં કોલેસ્ટેરૉલની તથા પિત્ત(bile)માં કોલીનની હાજરીની શોધ કરી. ગ્મેલિને લખેલા Gmelin’s Handbuch der inorganischen Chemie (1817–19) અકાર્બનિક રસાયણના ત્રણ ગ્રંથો વિશ્વપ્રસિદ્ધ છે.

જ. પો. ત્રિવેદી