ગોળી (bullet) : પિસ્તોલ કે રાઇફલ જેવાં શસ્ત્રો વડે છોડવામાં આવતી ઘાતક વસ્તુ. અંગ્રેજી શબ્દ bullet મૂળ ફ્રેન્ચ શબ્દ boulet પરથી પ્રચલિત બન્યો છે અને તેનો અર્થ થાય છે small ball નાની ગોળી; પણ તે ગોળ નહિ પણ નળાકાર હોય છે અને ટોચ શંકુ આકારની હોય છે. રિવૉલ્વર માટેની ગોળી મોટા ભાગે નરમ ધાતુની હોય છે અને રાઇફલ તથા મશીન-ગન માટેની ગોળીમાં અંદરનો ભાગ પોચી ધાતુનો હોય છે અને તેના પરનું આવરણ

મોટા ભાગની કારતૂસનાં માપ ગોળીનો વ્યાસ બતાવે છે. તે માપ ઇંચ કે સેમી.ના દશાંશથી દર્શાવાય છે.
(jacket) કઠણ ધાતુનું હોય છે. બખતર કે કવચ ભેદનારી ગોળીનો આંતરિક ભાગ સખત પોલાદનો બનેલો હોય છે. શરીરના રક્ષણ માટે ફૅબ્રિકમાંથી બનાવેલાં બખતર ભેદી શકે એવી ગોળી પર ટૅફલોન જેવી વસ્તુનું આવરણ ચડાવવામાં આવે છે. પ્રસરણ કરનારી (expanding) ગોળી શિકાર વગેરેમાં વપરાય છે. યુદ્ધમાં તેનો નિષેધ છે. આ ગોળીનો અગ્ર ભાગ (nose) ખુલ્લો રખાય છે અને તે નરમ ધાતુમાંથી બનાવાય છે; તે જૅકેટવાળા ભાગમાં અફળાઈને વિકૃતિ સર્જે છે અને ઘાને પહોળો બનાવે છે તેમજ વિશેષ આઘાત સાથે પ્રહાર કરે છે.
પ્રકાશચંદ્ર ચતુર્વેદી
અનુ. મહેશ ચોકસી