ગેલીના : સીસાનું ધાતુખનિજ; ઉપરાંત તેની સાથે જો ચાંદીની યોગ્ય માત્રા હોય તો ચાંદીની પ્રાપ્તિ માટેનું મહત્વનું ધાતુખનિજ. રા.બં. : PbS. આ સાથે Zn, Cd, Fe, Cu, Sb અને Auનું અલ્પ પ્રમાણમાં અસ્તિત્વ. સ્ફ. વ. : ક્યૂબિક; સ્વ. : મોટે ભાગે ક્યૂબ, કેટલીક વખતે ઑક્ટોહેડ્રોન અને અન્ય સ્વરૂપો સાથે; જથ્થામય કે મોટા સૂક્ષ્મ દાણાદાર. રં. : સીસા જેવો રાખોડી; સં. : ક્યૂબિક, નાના નાના ક્યૂબમાં તૂટે. ચ. : ધાતુમય; ભં. સ. : સપાટ અથવા વલયાકાર. ચૂ. : સીસા જેવો રાખોડી. ક. : 2.5; વિ. ઘ. 7.4થી 7.6; પ્ર.અચ. : (અ.) વક્રી. : (બ) 2V –. પ્ર.સં. : પ્રા.સ્થિ. : મોટે ભાગે સ્ફેલેરાઇટ (ZnS) સાથે મળી આવે છે. કણશ: વિસ્થાપન દ્વારા ઉષ્ણજળજન્ય નિક્ષેપો કે શિરાઓ સ્વરૂપે મળી આવે છે. ઉ. : ચાંદીનું યોગ્ય પ્રમાણ તેની સાથે હોય તો તે માટેનું ધાતુખનિજ તરીકે પણ ઉપયોગી.

વ્રિજવિહારી દીનાનાથ દવે