ગૅડોલિનાઇટ : રા. બં : Be2FeY2Si2O10 અથવા Be2Fe(YO)2 (SiO4)2.

જ્યારે સીરિયમ ઑક્સાઇડ ભળેલું હોય ત્યારે તે સીરગૅડોલિનાઇટ કહેવાય છે. થીટ્રિયમ મૃદ અથવા ગૅડોલિનાઇટ મૃદ અંશત: સીરિયમ લેન્થેનમ અને ડિડિમિયમના ઑક્સાઇડથી વિસ્થાપિત થતાં જટિલ સમૂહ રચે છે, જેમાં ઠીક ઠીક પ્રમાણમાં ઍર્બિયમ, યેટેર્બિયમ, સ્કૅન્ડિયમ પણ હોય છે.

સ્ફ. વ. : મૉનોક્લિનિક. સ્વ. : સ્ફટિકો પ્રિઝમવાળા, ક્યારેક ચપટા; મોટા અને બરછટ; મોટે ભાગે ઘનિષ્ઠ જથ્થાસ્વરૂપ. ફલક અંકો ભિન્નતાવાળા. ભં. સ. : વલયાકાર, બરડ હોઈ કરચોમાં તૂટે છે. ક. : 6.5 થી 7; વિ. ઘ. 4.0 થી 4.5; સમદિગ્ધર્મી પ્રકારોમાં તેમજ પરિવર્તનશીલ જથ્થામય પ્રકારોમાં 4.24થી 4.29, વિષમદિગ્ધર્મી પ્રકારોમાં 4.36થી 4.47. ચ. : કાચમયથી રાળમય; રં. : કાળો, લીલાશ પડતો કાળો, ક્યારેક કથ્થાઈ, પારદર્શકથી પારભાસક. ચૂ. રં. : લીલાશ પડતો રાખોડી; પ્ર. સં. : +ve; પ્ર. અચ. : 2v = 85o, α = 1.78 – 1.77; γ = 1.82 – 1.78; પ્રા. સ્થિ. : મુખ્યત્વે ગ્રૅનાઇટ અને ગ્રૅનાઇટ-પૅગ્મેટાઇટમાં; ફ્લોરાઇટ અને ઍલેનાઇટ સાથે સંકલિત. પ્રા. સ્થા. : યુ.એસ. (કોલૉરાડો, ટેક્સાસ, એરિઝોના) ગ્રીનલૅન્ડ, નૉર્વે, સ્વીડન, સ્વિટ્ઝર્લૅન્ડ, રશિયા, જાપાન, ઑસ્ટ્રેલિયા.

ગિરીશભાઈ પંડ્યા