ખૂણાવાળાં પર્ણટપકાં (angular leaf spots) : કપાસ, કેરી, તમાકુ વગેરેના પાકમાં બૅક્ટેરિયા દ્વારા થતો મહત્ત્વનો રોગ. પાનનાં વાયુરંધ્રો (stomata) દ્વારા અથવા તો કીટકોએ પાડેલાં કાણાં દ્વારા બૅક્ટેરિયા પાંદડાંમાં દાખલ થઈને શરૂઆતમાં પાણી-પોચાં ટપકાં કરે છે જે સમય જતાં સુકાઈને કથ્થાઈ કે કાળાં બને છે. ટપકાં મોટે ભાગે નસથી આગળ વધતાં નથી તેથી તેનો દેખાવ ખૂણાવાળો બને છે. ટપકાંને પરિણામે પાન સુકાઈ જાય છે. ટપકાં બૅકટેરિયા દ્વારા સ્થાનિક ઉત્સેચકો ઉત્પન્ન થવાથી થાય છે.

પાક રોગકારક બૅક્ટેરિયા નોંધ
1. કપાસ ઝેન્થોમોનાસ માલ્વેસિરમ આને કપાસનો કાળિયો

રોગ (black arm) કે

પાનના સુકારાનો રોગ પણ

કહે છે.

2. કેરી

(મેમ્જિીફેરા

ઇન્ડિકા)

સૂડોમોનાસ આ રોગ ઉત્તર ભારતમાં

વધુ અને ગુજરાતમાં ઓછો

જોવા મળે છે.

3. તમાકુ સૂડોમોનાસ ઍન્ગ્યુલેટા

ફૂગનાશકો તેમજ સ્ટ્રૅપ્ટોમાઇસિન સલ્ફેટના છંટકાવ દ્વારા આ રોગને નિયંત્રણમાં લઈ શકાય છે.

પ્રમોદ રતિલાલ શાહ