ખડક-સહજાત અને ખડકોત્તર નિક્ષેપો

January, 2010

ખડક-સહજાત અને ખડકોત્તર નિક્ષેપો (syngenetic deposits) : ખડકોની ઉત્પત્તિની સાથે સાથે જ ઉત્પન્ન થતા ખનિજ-નિક્ષેપો. દા.ત., મૅગ્માજન્ય નિક્ષેપો કે અલ્ટ્રાબેઝિક અગ્નિકૃત ખડકો સાથે સ્ફટિકીકરણ પામતા ક્રોમાઇટ નિક્ષેપો. ખડકોની ઉત્પત્તિ થઈ ગયા બાદ ગમે ત્યારે તૈયાર થઈ ખડકો સાથે સહયોગ પામતા નિક્ષેપો. તેને ખડકપશ્ચાત્ નિક્ષેપો પણ કહે છે; દા.ત., કણશ: વિસ્થાપન ખનિજનિક્ષેપો (જેવા કે સીસા-જસતના ખનિજનિક્ષેપો, ગૅલેના, સ્ફૅલેરાઇટ વગેરે).

ગિરીશભાઈ પંડ્યા