ક્ષેત્રકલન (ગણિત) : સમતલ કે સપાટ આકૃતિઓનાં ક્ષેત્રફળ શોધવા માટે કલનશાસ્ત્રના ઉપયોગની પ્રવિધિ. આકૃતિની સીમાઓ રેખાખંડની જ બનેલી ન હોય પણ વક્રોથી બનેલી હોય ત્યારે ક્ષેત્રફળ શોધવા માટે કલનનો ઉપયોગ કરવો પડે છે. આવો ઉપયોગ સૌપ્રથમ આર્કિમીડીઝે કર્યો હતો.

જો કોઈ સપાટ પ્રદેશ કેવળ રેખાખંડોથી ઘેરાયેલો હોય તો તેને અમુક સંખ્યાના ત્રિકોણીય પ્રદેશોમાં વિભાગી શકાય છે અને ત્રિકોણના ક્ષેત્રફળ (½ પાયો x ઊંચાઈ) પરથી આખા પ્રદેશનું ક્ષેત્રફળ શોધી શકાય છે. એ માટે કલનની જરૂર પડતી નથી.

પણ જ્યારે પ્રદેશની સીમા (કે સીમાનો કોઈ ભાગ) વક્ર હોય ત્યારે કલનશાસ્ત્રની પ્રવિધિ (ખાસ તો સંકલન) જરૂરી બને છે.

(1) જો કોઈ પ્રદેશ વક્ર y = f (x)ના આલેખ, x-અક્ષ તથા રેખાઓ x = a તથા x = b વચ્ચે ઘેરાયેલો હોય તથા

(2) ઉપરનાથી વધુ વ્યાપક પરિણામ એ છે કે ચાપકલનીય સીમાવાળા કોઈ પણ સમતલીય પ્રદેશ Rનું ક્ષેત્રફળ દ્વિમિત સંકલન

R ∫ dxdy દ્વારા મળે છે.

કેટલાક સંજોગોમાં ઉપરના દ્વિમિત સંકલને પુનરાવૃત્ત સંકલન ના સ્વરૂપે વ્યક્ત કરી શકાય છે.

દા.ત.; પહેલા ચરણમાં એકમ વર્તુળ x2 + y2 = 1ના ભાગનું ક્ષેત્રફળ

અને તેથી પૂરા વર્તુળ x2 + y2 = 1નું ક્ષેત્રફળ

કેટલાક સંજોગોમાં ધ્રુવીય યામોમાં ગણતરી વધુ સરળ થાય છે. ધ્રુવીય યામો (r, θ)માં પ્રદેશ Rના ક્ષેત્રફળ માટે

એ દ્વિમિત સંકલ છે. દા.ત.; ઉપરના વર્તુળના અંશના ર્દષ્ટાંતમાં સ્પષ્ટ છે કે આપેલ પ્રદેશ માટે 0 ≤  r ≤ 1 તથા 0 ≤ q ≤ π/2, તેથી

આમ તો ક્ષેત્રકલન એટલે ક્ષેત્રફળની જ ગણતરી પણ કેટલીક વાર ઘનફળોની ગણતરી માટે આ શબ્દનો ઉપયોગ થાય છે. એ માટે ત્રિમિત સંકલ

ની જરૂર પડે છે.

અરુણ વૈદ્ય