ક્વિન્ટસ એન્નિયસ (જ. ઈ. પૂ. 239, રુડિયા, ઇટાલી; અ. ઈ. પૂ. 169) : પ્રાચીન રોમન સામ્રાજ્યનો કવિ. તેને લૅટિન પદ્યનો પિતા ગણવામાં આવે છે. તેના શરૂઆતના જીવન વિશે માહિતી મળતી નથી. તે રોમના સૈન્યમાં સૈનિક હતો, મોટા કેટો(Cato the Elder)નો મિત્ર હતો અને તેના નિમંત્રણથી તે રોમ આવ્યો હતો. રોમ આવ્યા પછી તે સિપિયો આફ્રિકેનસ(Seipio Africanus the Elder)નો મિત્ર બન્યો હતો. એણે હાસ્યરસિક અને કરુણ નાટકો તથા ઘણાં કાવ્યો લખ્યાં હતાં. તેની કવિ તરીકેની ખ્યાતિ તેણે રોમના ઇતિહાસ ઉપર લખેલ ‘ઍનાલ્સ’ નામના કાવ્ય પર આધારિત છે.
મુગટલાલ પોપટલાલ બાવીસી