ક્રોમાઇટ : ક્રોમિયમનું ખનિજ. રા. બં. : FeCr2O4; સ્ફ.વ. : ક્યૂબિક; સ્વ. : ઑક્ટાહેડ્રનયુક્ત સ્ફટિકો, ક્વચિત્ ક્યૂબ સહિતના સામાન્યત: દળદાર, સૂક્ષ્મ દાણાદાર; રં. : કાળો; ચ. : ધાતુમય; ભં. સ. : ખરબચડી, બરડ; ચૂ. : કથ્થાઈ; ક. : 5.50; વિ. ઘ. : 4.5થી 4.8; પ્ર. અચ. : વક્રીભવનાંક : = 2.08; પ્ર. સં. સાવર્તિક. ચુંબકત્વ. : ક્યારેક મંદ ચુંબકીય; પ્રા. સ્થિ. : બેઝિક અલ્ટ્રાબેઝિક અગ્નિકૃત ખડકોમાં મૅગ્માજન્ય ખનિજ તરીકે, સર્પેન્ટાઇનમાં તેમજ ટકાઉ હોવાને કારણે કણજન્ય નિક્ષેપોમાં; ઉલ્કાઓમાં સામાન્ય ઘટક તરીકે.
વ્રિજવિહારી દીનાનાથ દવે